જામજોધપુરમાં પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન રોન્ગ સાઈડમાં આવતા બાઈક ચાલક પોલીસને હાથ તાળી આપીને નાસી જતા : પોલીસ દ્વારા ગુન્હો નોંધીને શોધખોળ કરવામાં આવી

જામનગર મોર્નિંગ - જામનગર તા.15 : જામજોધપુરમાં ફોરેસ્ટ ઓફિસ નજીક પુલ પાસે પોલીસ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. જે દરમ્યાન જીજે 11 એનએન 3307 નંબરનો બાઈક ચાલક રોંગ સાઈડમાં આવી રહ્યો હતો જેથી ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મચારી અર્જુનસિંહ રાજદેવસિંહ જાડેજા દ્વારા તેને રોકવા માટેનો પ્રયત્ન કરાયો હતો પરંતુ બાઈક ચાલક રોકાયો ન હતો અને ભાગી છૂટ્યો હતો જેથી પોલીસ દ્વારા તેની સામે જામજોધપુર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે અને તેની વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે શોધખોળ શરૂ કરાઈ છે.