જામનગર મોર્નિંગ તા.16 : જામનગર જિલ્લાના વાણીયા વાગડીયા ગામે ખેડૂતો દ્વારા ડેમ ની કામગીરી માં ઢીલી નીતિ ને કારણે વિરોધ પ્રદર્શન કરાયો અને ખેડૂતો તેમજ સરપંચો દ્વારા જણાવાયું  કે વર્તમાન સરકાર દ્વારા  જે ખેડૂતોની સરકાર ના બણગાંઓ  ફૂક્વામાં આવે છે અને હકીકત ગુજરાત માં ઘણા વર્ષો થી ભાજપની સરકાર છે છતાં આ વિસ્તાર માં ૧૫ વર્ષથી આ ડેમની કામગીરી પૂરી કરવામાં આવી નથી જે શું સૂચવે છે ? આ બાબત ને લઇ ને સ્થાનિક ખેડૂતો તેમજ આજુબાજુ ના ગામોના ખેડૂતોમાં ડેમ અંગે ની કામગીરી થી ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે  સરપંચ સાથે ગામ લોકો એ સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યા અને સત્વરે આ ડેમ ની કામગીરી પૂરી કરવા માં આવે તેવી  માંગણી કરવા માં આવી, આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી પોતાનો આક્રોશ દર્શાવ્યો અને અગામી દીવસો માં જો માંગ સ્વીકારવા માં ઉણા ઉતરશે તો ઉગ્ર દેખાવો પણ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.