મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત રૂ. 62 હજારની માલમતાની ચોરી કરી પલાયન થઇ ગયા : પોલીસ દ્વારા ભેદ ઉકેલવા દોડધામ
જામનગર : જામનગરમાં હરિયા કોલેજ, ગોકુલનગર અને ખંભાળીયા નાકા વિસ્તારમાં રાત્રે કોઈ તસ્કરો મોબાઈલની દુકાનમાં ત્રાટકી રૂ. 61 ઉપરાંતની મોબાઈલ સહિતની સામગ્રી ચોરી કરી લઇ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ ત્રણેય બનાવ અંગે દુકાન માલિકો દ્વારા ફરિયાદ નોધવાતા સ્થાનિક પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરના હરિયા કોલેજ રોડ પર આવેલા સાંઢિયા પુલ પાસે રહેતા અને ત્યાં જ આવેલા એક રેસ્ટોરન્ટ પાસે મોબાઈલની દુકાન ચલાવતા અશોકભાઈ રામજીભાઈ મંગે ગઈ તા.ર૭-પની રાત્રે દસ વાગ્યે પોતાની દુકાન વધાવીને ઘેર ગયા પછી જ્યારે તા.ર૮ની સવારે દુકાને આવ્યા ત્યારે તેઓએ રોજિંદા ક્રમ મુજબ શટર ખોલ્યું હતું તે પછી દુકાનમાં કેટલોક માલસામાન વેરવિખેર જોવા મળતા અશોકભાઈએ ઉચ્ચક શ્વાસે તપાસ કરતા દુકાનમાં રાત્રિના સમયે પાછળના ભાગમાંથી ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ વીવો તેમજ માઈક્રો મેક્સ કંપનીના મોબાઈલ મળી કુલ રૃા.૨૭ હજારની મત્તા ચોરી લીધાની જાણ થઈ હતી જેની અશોકભાઈએ ગઈકાલે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જયારે ગયા સપ્ટેમ્બર મહિનાની તા.૧૬ની રાત્રે ગોકુલનગર નજીકની સોમનાથ સોસાયટીમાં દલવાડીનગર પાસે જય માતાજી નામની મોબાઈલ શોપ ચલાવતા ગુમાનસિંહ કનુભા જાડેજા દુકાન બંધ કરીને ગયા પછી તે રાત્રિના સમયમાં દુકાનની પાછળની દીવાલમાં કોઈ તસ્કરોએ બાકોરૃં પાડી પ્રવેશ મેળવ્યો હતો તે દુકાનમાંથી તસ્કરોએ રૃા.૨૧૮૦૦ની કિંમતના છ મોબાઈલ ફોનની ચોરી કરી લીધી હતી તેની પણ ગઈકાલે સિટી-સી ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.
તેમજ ખંભાળિયા નાકા બહાર આવેલા નાગરપરામાં વસવાટ કરતા અને દિ. પ્લોટ-૪૯ના છેવાડે ઉદ્યોગનગરમાં શિવમ્ મોબાઈલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવતા રાજેશ હસમુખભાઈ ગંઢા ગઈ તા.૧-૯ની રાત્રે દુકાન વધાવીને ગયા પછી તે રાત્રિના સમયે દુકાનના ઉપરના ભાગમાં રહેલા પતરા તોડી ઘૂસી ગયેલા તસ્કરોએ દુકાનમાંથી રૃા.૧૦ હજાર રોકડા અને ચાર મોબાઈલ મળી કુલ રૃા.૧૪૫૦૦ની મત્તા તફડાવી હતી. રાજેશભાઈએ પણ આ ચોરીની ફરિયાદ ગઈકાલે સિટી-સી ડિવિઝનમાં દાખલ કરાવી છે.
0 Comments
Post a Comment