દેવભૂમિ દ્વારકા જીલ્‍લામાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે નાબાર્ડના પીએલપીમાં રૂ. ૧૩૪૩.૧૩ કરોડના બેન્ક ધિરાણની શક્યતાનું આકલન કરવામાં આવ્‍યું

 

વિવિધ પ્રાથમિકતા વાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખી દેવભૂમિ દ્વારકા જીલ્‍લામાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે નાબાર્ડના પીએલપીમાં રૂ. ૧૩૪૩.૧૩ કરોડના બેન્ક ધિરાણની શક્યતાનું આકલન કરવામાં આવ્‍યું છે, જેમાં કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપી પાક ધિરાણ માટે રૂ.૮૧૯.૪૦ કરોડ (૬૧%), મધ્ય અને લાંબી મુદત ના ખેતી ધિરાણ માટે રૂ.૪૧૫.૫૮ કરોડ (૩૦.૯૪%), એમએસએમઇ સેક્ટર માટે રૂ. ૫૩.૩૬ કરોડ (૩.૯૭%) અને અન્ય પ્રાથમિકતા વાળા ક્ષેત્રો જેમ કે એક્સપોર્ટ, શિક્ષા, હાઉસિંગ, રિન્યુએબલ એનેરજી, અને સોશલ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રૂ. ૫૪.૭૯ કરોડ (૪.૦૭%) નું આંકલન કરેલ છે. પીએલપીના આંકલન પ્રમાણે જિલ્‍લાની બેન્કોની વાર્ષિક ઋણ યોજના લીડ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવે છે અને જિલ્‍લાની બેન્કો ધિરાણો ના ટાર્ગેટ પૂરૂ પાડવા પ્રયાસો કરે છે.
૧૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ જામનગર ખાતે યોજાયેલ બેન્કર્સની એક મીટીંગમાં દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના કલેક્ટર શ્રી જે. આર. ડોડીયાના વરદ હસ્તે આ પીએલપીનું વિમોચન કરવામાં આવ્યું હોવાનું નાબાર્ડના જિલ્‍લા વિકાસ પ્રબંધક શ્રી હિતેશ બીલીમોરિયાએ જણાવ્યુ હતું. મીટિંગમાં જિલ્‍લાના કલેક્ટર શ્રી જે.આર. ડોડીયા, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી આર. આર. રાવલ, રિજર્વ બેન્કના સુશ્રી શીલા દેવી, લીડ બેન્ક મેનેજર શ્રી કમલેશ નંદાસણા, નાબાર્ડ ડીડીએમ શ્રી હિતેશ બીલીમોરિયા અને વરિષ્ઠ બેન્કરો ઉપસ્થિત હતા.