જામનગર મૉર્નિંગ - દ્વારકા : સુરજકરાડી હાઇવે પર ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ બનાવ અંગે ઘટના સ્થળે દોડી જઈ સ્થાનિક પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ ભીમરાણા ગામે આવેલ એસ્સાર પંપ સામે રહેતા રાણાભા વાઘાભા ચમડીયા પોતાનું જીજે 37 એ 5495 નંબરનું બાઈક ચલાવી ઓખાથી ઘરે જતા હોય દરમિયાન સુરજકરાડી કિસ્મત લોજ સામે જીજે 12 ઝેડ 9866 નંબરના ટ્રક ચાલકે અકસ્માત સર્જતા રાણાભા ચમડીયાનુ ઘટના સ્થળે ગંભીર ઇજાના કારણે મોત નિપજતા પરિવારમાં કરૂણ કલ્પાંત છવાઈ ગયો છે. આ બનાવ અંગે મીઠાપુર પોલીસમાં મૃતકના ભાઈ રણમલભા ચમડીયાએ જાણ કરતા હે.કો. કે.આર. જાડેજાએ સ્થળ પર દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી અકસ્માત સર્જી તપાસ આરંભી છે.