જામનગર લોકસભા સાંસદ  પૂનમબેન માડમની દીકરી શિવાનીની પ્રાર્થના સભા આજરોજ ૧૭ ડિસેમ્બર ૨૦૧૮ સોમવારે સાંજે જામનગરના ઓશવાળ સેન્ટરમાં યોજાઈ હતી. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, જામનગરના કલેકટર રવિશંકર, જામનગરના જિલ્લા પોલિસ વડા અને મ્યુનિસિપલ કમિશ્નર આર.બી.બારડ સહિત  જામનગર અને દ્વારકા જિલ્લા ઉપરાંત ગુજરાતભરમાંથી સાંસદનાં સ્વજનો, મિત્રો, સહયોગીઓ સહિત સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ અને અદના કાર્યકર સહિત હજારોની સંખ્યામાં વિશાળ માનવ મહેરામણ સાંસદને દિલાસો આપવા ઊમટી પડ્યું હતું. પૂનમબેન માડમ પરિવારની આ દુ:ખની ઘડીમાં  સૌ કોઈએ ઉપસ્થિત રહી સંવેદના પ્રકટ કરી હતી.