જામનગર: સાંસદ પૂનમ માડમના પુત્રીનું મોત, સિંગાપોરમાં થઈ રહી હતી સારવાર
જામનગર મોર્નિંગ - જામનગ તા.09 : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની લોકસભા બેઠકમાં સાંસદ સભ્ય પુનમબેન માડમની પુત્રીનું આજે સવારે સિંગાપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. દિવાળી દરમિયાન દિલ્લી ખાતે સખત રીતે દાજી ગયેલી સાંસદ પુત્રીને દિલ્લી, મુંબઇ અને ત્યાંથી સિંગાપુર સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં લાંબી સારવાર બાદ તેણીનું મૃત્યુ નિપજતા સાંસદ માડમ તેમજ જામનગર સહિત રાજ્યભર અને તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.દિવાળી દરમિયાન દિલ્હી ખાતે નિવાસસ્થાને દાઝી જતા તેમને લાંબી સારવાર દરમિયાન મુંબઈ અને સિંગાપુર ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેમનું મૃત્યુ નિપજ્યું છે. જામનગર જિલ્લાના ભાજપના સાંસદ પુનમ માડમની યુવા પુત્રીના મૃત્યુને પગલે સાંસદ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગત દિવાળી દરમિયાન સાંસદ પુનમ માડમના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને તેમની પુત્રી શિવાની ઉમંર વર્ષ ૨૧ કોઈ પણ કારણસર પોતના ઘરે દાઝી ગઈ હતી. જેને લઈને તેણીને તાત્કાલીક સારવાર અપાઈ હતી.દરમિયાન દિલ્હીથી વધુ સારવાર માટે તેણીને મુંબઈ ખસેડવામાં આવી હતી. જ્યાંથી પણ તબિયતમાં સુધારો નહીં થતા વધુ સારવાર અર્થે સિંગાપુર ખાતે ખસેડાવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું આજે સવારે મૃત્યું થયું હોવાનું જાણવા મળ્યું છે. સાંસદ માડમના જામનગર ખાતે કાર્યાલય તરફથી જાણવા મળતી વિગત મુજબ, દિવાળી દરમિયાન શિવાની દિલ્લી ખાતેના નિવસ્થાને હતી ત્યાં ગીઝર ચાલુ કરતી વખતે નીકળેલ ગેસના કારણે આગ લાગી હતી. જોકે એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે ફટાકડા ફોડતાં આ અકસ્માત બન્યો હતો. આગમાં શિવાની સપડાઈ જતા સખત રીતે દાજી ગઈ હતી.