મકાન ખાલી કરવાના મામલે જામનગરમાં દંપતીને મારકૂટ 

જામનગર મોર્નિંગ - જામનગર તા.21 : જામનગરમાં ધરારનગર-1 વિસ્તારમાં સલીમ બાપુના મદ્રેશા પાસે રહેતી શબીરાબેન હશનભાઈ અલવાણી નામની 25 વર્ષની મુસ્લિમ વાઘેર પરણીતાએ મકાન ખાલી કરવાના પ્રશ્ને પોતાના ઉપર તેમજ પોતાના પતિ ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે આજી કાસમ અલવાણી અને તેની પત્ની નીનીબેન હાજી કાસમ સામે ફરિયાદ નોંધાવી છે. 
ફરિયાદી મહિલા જે મકાનમાં પોતાના પતિ સાથે રહે છે તે મકાન આરોપીઓ બળજબરી પૂર્વક ખાલી કરાવવા માંગતા હોવાથી ભય બતાવી છરી વડે હુમલો કરી દીધો હતો. પોલીસે હુમલાખોર આરોપી દંપતી સામે આઇપીસી કલમ 323, 324, 114 અને જીપીએકટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.