દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેરનામા ભંગ સબબ વાહનચાલકો-મકાનમાલીક સામે ફરિયાદ 
જામનગર મોર્નિંગ - દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહનચાલકો અને મકાન માલીક સામે સ્થાનિક પોલીસે જાહેરનામાનો ભંગ કરવા સબબ ફરિયાદ નોંધી ધોરણસરની કામગીરી આરંભી હતી. 
મળતી વિગત મુજબ જામનગરમાં રહેતી યોગેશ દિનેશભાઇ માળી નામના શખ્સે પોતાની જીજે 10 સીએન 3229 નંબરની કારમાં ગેરકાયદે ફિલ્મ લગાવતા તથા હમુસરના વિનોદભા પાચાર્યભા હાથલ તથા દ્વારકાના સતીષભાઈ બાળુભાઈ ભટ્ટ તથા જુનસ જાફરભાઈ મોદીએ પોતાના વાહનો ટ્રાફિકને અડચણરૂપ રાખતા અને કોરાડા ગામના રામદે ખીમાભાઇ કરંગીયાએ પોતાની વાડીમાં પરપ્રાંતીય મજૂરો પોલીસમાં જાણ કર્યા વગર રાખી જાહેરનામાનો ભંગ કરતા તમામ સામે સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.