જામનગરના બે પોલીસકર્મીની આરઆર સેલમાં નિમણૂક
જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૩ : જામનગરની એલસીબી તથા એસઓજીમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીને આઈજીની રેપીડ રિસ્પોન્સ સેલમાં મૂકવામાં આવ્યા છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (આઈજી) સંદીપસિંઘે ગઈકાલે પોતાની ખાસ સ્કવોડ-આરઆર સેલમાં જામનગરના બે પોલીસકર્મીઓની નિયુક્તિનો હુકમ કર્યાે છે. હાલમાં એલસીબીમાં ફરજ બજાવતા અનાર્મ પો.કો. કમલેશ દેવરાજ ગરસર તથા એસઓજીમાં ફરજ બજાવતા અનાર્મ હે.કો. સંદીપસિંહ ધનરાજસિંહ ઝાલાને આરઆર સેલમાં નિમણૂક આપવામાં આવી છે.