૩૧ ડિસેમ્‍બર સુધીમાં HSRP નંબર પ્‍લેટ લગાડવી ફરજીયાત

દેવભૂમિ દ્વારકા તા. ૧૩ ડિસેમ્‍બર, રાજય સરકાર દ્વારા જુના વાહનોમાં તા. ૩૧-૧૨-૨૦૧૮ સુધીમાં HSRP નંબર પ્‍લેટ ફરજીયાત ફીટ કરવવાનો આદેશ આપેલ છે. જે અન્‍વયે સરકારશ્રી તરફથી  Resident Welfare Association (સરકારી વસાહતો, સોસાયટીઓ, એપાર્ટમેન્‍ટ) વગેરે સ્‍થળોએ પણ HSRP નંબર ફીટ થાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવેલ છે. જે માટે સરકારી વસાહતો, સોસાયટીઓ, એપાર્ટમેન્‍ટ વગેરેના પ્રમુખશ્રી અથવા સોસાયટીના કોઇપણ હોદેદારો દ્વારા આર.ટી.ઓ. કચેરી ખાતે જેટલા વાહનોમાં HSRP નંબર ફીટ કરાવવાની થતી હોય તે વાહનોના લીસ્‍ટ સાથે જરૂરી ફી ભરપાઇ કરી આપવાથી જે તે સોસાયટી તથા એપાર્ટમેન્‍ટ સ્‍થળ પર જ અત્રેની કચેરીએથી વાહનોમાં નંબર પ્‍લેટ ફીટ કરી આપવા માટે જરૂરી વ્‍યવસ્‍થા કરી આપવામાં આવશે. તેમ એ.આર.ટી.ઓ.અધિકારીશ્રી સી.આઇ.મહેરાની યાદીમાં જણાવામાં આવે છે.