જામનગર મોર્નિંગ - ૧૧/૦૧ દ્વારકા : મળતી
વિગત મુજબ રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંઘ તથા દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક
રોહન આનંદના માર્ગદર્શન હેઠળ ડી.બી.ગોહીલ, એસઆેજીના માર્ગદર્શન મુજબ સ્ટાફ
પેટ્રાેલીગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા ગાંગડી ગામ નજીક પહાેંચતા ખાનગી
હકીકત મળેલ કે આ અગાઉ પકડાયેલ ઇસમ ગંગાગર રામગર મેઘનાથી જાતે બાવાજી જેની
પાસેથી એસઆેજીએ બે ટ્રેકટર તથા બે બાઇક કબ્જે કર્યા હતા તેની વાડીએ હજુ પણ
ચાર મોટર સાયકલ ખેતરમાં લીમડા નીચે રાખેલ છે. ત્યાં એક અજાણ્યો ઇસમ પણ હાજર
છે તેમજ આ ગંગાગરના વાડીએ રાખેલ મોટરસાયકલ કયાંકથી છળકપટથી ચોરી છુપીથી
પોતાની કબ્જાની વાડીમાં રાખેલ છે તેવી હકીકત મળતા તે જગ્યાએ જઇ તપાસ કરતા
બે ઇસમો હાજર મળી આવેલ. જેમાં ગંગાગર રામગર મેઘનાથી જાતે બાવાજી (ઉ.વ.45),
ધંધો ખેતી રે. ચાચલાણા ગામ તા. કલ્યાણપુરવાળો હોવાનું જણાવતા તેમજ લાલજી
ઉર્ફે પ્રદીપ બાબુભાઇ કાનજીભાઇ ગોહીલ-પ્રજાપતી (ઉ.વ.29) ધંધો મજુરીકામ રે.
સિકકા મારૂતીનગર હનુમાનજી મંદિર હાલ રે. જામનગર ઢિચડા રોડ તીરૂપતી વિસ્તાર
જામનગરવાળો હાજર હોય બંને ઇસમની પુછપરછ દરમ્યાન ઉપરોકત ચારેય મોટર સાયકલો
લાલજી ઉર્ફે પ્રદીપ બાબુ ગોહીલે ઢિચડા રોડ તીરૂપતી વિસ્તારવાળાએ ચોરી કરેલ
હોય અને આ મુદામાલ ગંગાગર રામગર મેઘનાથીને વેચવા માટે આવેલ હોવાનુ જણાવેલ
હોય જેથી કુલ મોટરસાયકલ નંગ-4 કી. રૂા. એક લાખ ગણી શક પડતી મીલકત તરીકે
સીઆરપીસી કલમ 102 મુજબ કબ્જે કરવામાં આવેલ છે.
0 Comments
Post a Comment