જામનગર મોર્નિંગ - દ્વારકા : દ્વારકાના દેવપરા ગામેથી દેશી દારૃ સાથે બાઇકચાલકને પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ મીઠાપુર નજીકના દેવપરા ગામેથી જીજે-37-ઇ-0899 નંબરના બાઇકચાલક પાર્થ રમેશગીરી ગોસ્વામી નામના શખ્સની રૃા. 40 ની કિંમતના 20 લીટર દેશી દારુ સાથે પોલીસે ધરપકડ કરી કુલ રૃા. 15 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.