જામનગર મોર્નિંગ - દ્વારકા :ભાણવડના ચોખંડા ગામેથી સ્થાનિક પોલીસે જુગારનો અખાડો ઝડપી લઇ પાંચ શખ્સની રૂ. 1.55 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા રમેશભાઈ જેશાભાઈભાટુ નામના 65 વર્ષના આહીર વૃધ્ધ દ્વારા તેમના કબ્જા-ભોગવટાના ખેતરની ઓરડીમાં અખાડા પર પોલીસે દરોડો પડ્યો હતો. આ સ્થળે તીનપતિ નામનો જુગાર રમી રહેલા હરિભાઈ રવજીભાઈ વિરાણી, હુશેન અલીભાઈ રાઉમા, મનસુખલાલ પરસોતમભાઇ ફળદુ અને નુરમામદ ઓસમાણભાઈ સમા નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. 
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 32,490 રોકડા તથા રૂ. 2500ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન અને રૂ. 50 હજારની કિંમતના બે મોટરસાઇકલ ઉપરાંત રૂ. 70 હજાર ની કિંમતની મોટરકાર મળી, કુલ રૂ. 1,54,990નો મુદામાલ કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.