જામનગર મોર્નિંગ - જામનગર : 181ની ટીમને સોમવારે રાત્રીના એક પાર્ટી દ્વારા કોલ આવ્યો કે એ અજાણી મહિલા માનસિક અસ્થિર હોય અને બેડેશ્વર વિસ્તારમાં આવી ગયેલ છે, આથી સ્થનિક લોકોએ પૂછતાં જણાવેલ કે, તેઓ ઓખાના હોય અને ત્યારબાદ બેડેશ્વરમાં રહેતા વિજયભાઈ દ્વારા 181ની આ બાબતની જાણ કરી હતી. 
181ની ટીમે તાત્કાલિક ત્યાં રેસ્ક્યુ સ્થળે પહોંચી હતી અને બહેનની પુછપરછ કરતા કાઉન્સીલીંગ કરાયું હતું, જેમાં જાણવા મળેલ કે, ત્રણ દિવસથી ટ્રેન મારફત જામનગર આવેલ વધુમાં મળેલી વિગત મુજબ એક વર્ષથી તેઓને અહીં મૂકીને ચાલ્યા ગયા હોય, હાલ તેમને અગિયાર વર્ષની એક પુત્રી છે, જે મીઠાપુર ભણે છે, ઓખામાં એકલાજ રહેતા હોય, 181 દ્વારા આ બાબતે ઓખા પોલીસને જાણ કરતા ત્યાંથી જાણવા મળેલ કે આ બેન ઓખા પોર્ટ કોલોની વિસ્તારના હોય, એવું જાણમાં આવ્યું હતું. જામનગર 181 ટીમના કાઉન્સીલર તથા કોન્સ્ટેબલ સાથે આ બહેનને ખંભાળીયા 181 સોંપેલ હોય અને તેના પરિવાર સાથે સંપર્ક કરાવવા કાર્યવાહી કરવામાં આવી હતી.