દ્વારકા નગરપાલીકા દ્વારા 22 પીલોરને કોઈ અસામાજીક તત્વો બે દિવસ દરમિયાન તોડી ગાયની ફરિયાદ અરજી કરી પોલીસમાં એફ.આઈ.આર. નોંધવા લેખિત રજુઆત 
જામનગર મોર્નિંગ - દ્વારકા. દેવભૂમિ દ્વારકામાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા અંદાજે 70 કરોડના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો પછી સમગ્ર મામલામાં ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે અને 70 કરોડનું કામ 25 કરોડમાં જ આટોપી લઇ મોટો ભ્રષ્ટાચાર થયાની ઓડીયો કલીપ વાયરલ થયા પછી દ્વારકાના વિકાસ કામનું પ્રકરણ ખુબજ ચર્ચાસ્પદ બન્યું છે. સુશોભન માટેના અનેક સ્થળોએ ઉભા કરાયેલા સ્તંભ પીલોર વગેરે જર્જરીત થઇ ગયા છે. દરમ્યાન આજે સમગ્ર વિકાસ કામોની દેખરેખ અને સારસંભાળ કરી રહેલી દ્વારકા નગરપાલીકાના ચીફ ઓફિસર દ્વારા દ્વારકાના પોલીસ મથકમાં એક અરજી કરી વિઅક્સ કામો પૈકીના 22 જેટલા સ્તંભો બે દિવસના સમયગાળા દરમ્યાન કોઈ અસામાજીક તત્વો તોડી ગયાની લેખિત અરજી કરવામાં આવતા અને એફ.આઈ.આર. નોંધવાની લેખીત રજુઆત કરતા આ મામલામાં નવો વણાંક આવ્યો છે. 
મળતી વિગત મુજબ દ્વારા યાત્રાધામમાં 2012-13ની સાલમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 70 કરોડના વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા હતા. જે કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવમાં આવ્યો છે અને 70 કરોડનું કામ માત્ર 25 કરોડમાં આટોપી લેવાયું હોવાની યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવની ઓડીયો કલીપ વાયરલ થયા પછી મોટા પાયે તપાસનો ધમધમાટ અને એલ.ઈ.ડી. સ્ક્રીન શોપીંગ સેન્ટરો વગેરેની હાલત ખુબજ બદ્તર છે અને તમામ કામોમાં લોટ-પાણી અને લાકડા જેવી સ્થિતિ હોવાથી મોટા ભાગની વસ્તુઓ જર્જરીત થઇ ગઈ છે અથવા તો જમીનદોસ્ત થઇ છે.


દરમ્યાન દ્વારકા નગરપાલીકા કે જેને ગુજરાત વિભાગ દ્વારા તૈયાર કરાયેલા તમામ વિકાસના કામો સહિતની જાહેર મિલ્કતોની નિભાવવાની જવાબદારી સોંપવામાં આવી છે તે પૈકીના ધીરુભાઈ હીરાચંદ અંબાણી માર્ગ પર તેમજ ઓખા હાઇવે હાથી ગેઇટ તરીકે ઓળખાતા પ્રવેશ દ્વારા સુધીમાં કુલ 22 જેટલા પીલોર કે જે છેલ્લા બે દિવસના સમયગાળા દરમ્યાન જમીન દોસ્ત થઇ ગયા છે અને કોઈ અસામાજીક તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યા છે અથવા તો જમીન દોસ્ત કરી નાખી સરકારી મિલ્કતોને ભારે નુકશાન પહોચાડ્યું છે તેવી એક અરજી દ્વારકા નગરપાલીકાના ચીફ ઓડિસર દ્વારા દ્વારકાના પોલીસ ઈન્સ્પેક્ટરને કરવામાં આવીઓ છે અને અસામાજીક તત્વો સામે એફ.આઈ.આર. દાખલ કરવા અને તેઓને શોધી કાઢવા માટે અને અસામાજીક તત્વો સામે યોગ્ય પગલાં ભરવાની લેખીત રજુઆત કરવામાં આવી છે. 
દ્વારકા નગરપાલીકા દ્વારા કરાયેલી આ અરજીને લઈને ભ્રષ્ટચારના આક્ષેપોના વિકાસ કામોમાં નવો વણાંક આવ્યો છે. દ્વારકા પોલીસ હાલ સાગર સુરક્ષા કવચના કાર્યમાં વ્યસ્ત હોવાથી હાલમાં અરજી સ્વીકારી લઇ સમગ્ર મામલના સી.સી.ટી.વી. ફુટેજ વગેરે નિહાળ્યા પછી આ મામલે જે પ્રકારનો ગુન્હો બનતો હોય તે દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.