જામનગર મોર્નિંગ, 6/1 દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ સ્થળે પોલીસે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતાં નવ શખ્સની રુપીયા 33740 ની રોકડ રકમ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે આર.આર.સેલે દરોડો પાડી જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા વકલભા પરબતભા માણેક, રાજેશ વજશીભાઇ ચેતરીયા, રણમલભા રાણાભા માણેક, ધરણાંત મારખી કંડોરીયા, ખીમા મેરામણ ચેતરીયા, રમેશ રેવાગર રામદત્તી અને ભીમાભા કારુભા માણેક નામના સાત શખ્સને રુપીયા 21820 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.
જ્યારે દ્વારકામાં સિધ્ધનાથ મંદિરના ઓટા પાસેથી અજયભા ખીરાજભા બઠીયા નામના વર્લીબાજને એલસીબીએ રુપીયા 9120 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.
તેમજ દ્વારકામાં ખારવા સમાજની વાડી પાસેથી પ્રવિણભારથી મનહરભારથી ગોસાઇ નામના વર્લીમટકાના ખેલાડીની રુપીયા 2800 ની રોકડ રકમ સાથે એલસીબીએ ધરપકડ કરી હતી.