જામનગર મોર્નિંગ - દ્વારકા ૧૦/૧ : દ્વારકામાં
ફોરેસ્ટ કોલોની વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકી 42 હજારની
મતાની ચોરી કરી લઇ જતા આ બનાવ અંગે દ્વારકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ
ધરી છે.
મળતી વિગત મુજબ દ્વારકામાં ફોરેસ્ટ કોલોની, ગાર્ડ
ક્વાર્ટર નં. 3માં રહેતા પુંજાભાઈ દેવાભાઇ સાદીયાની પુત્રી ઉર્મીલાબેન
(ઉ.વ.25)ના રહેણાંક ક્વર્ટરમાં ગઈ તા. 7મી જાન્યુઆરીના સવારે 11 વાગ્યાથી
તા. 8મી ના સવારે 11 વાગ્યા સુધીના સમયગાળામાં તસ્કરો ત્રાટક્યા હતા.
આ
બંધ મકાનના પાછળના દરવાજાની સ્ટોપર તોડી, તસ્કરોએ રસોડામાંથી રૂમમાં
પ્રવેશ કર્યો હતો. આ રૂમમાં રહેલા કબાટમાં રાખવામાં આબેલાં રૂ. 40 હજાર
રોકડા તથા રૂ. બે હજારની કિંમતનો ચાંદીનો ચેઇન મળી, કુલ રૂ. 42 હજાર ના
મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાશી ગયા હતા.
આ બનાવ અંગે ઉર્મીલાબેન પુંજાભાઈ સાદીયાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
0 Comments
Post a Comment