મોટરસાઇકલ સહિત રૂ. 62000 નો મુદામાલ કબ્જે


જામનગર મોર્નિંગ. જામનગરમાં સીટી બી ડિવિઝન પોલીસે બે શખ્સને 52 નંગ ઇંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લઈ તેમજ એક મોટરસાઇકલ સહિત રૂ. 62000 નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરમાં સેન્ટ આન્સ સ્કૂલ પાછડ દરગાહ પાસે ઇંગ્લીશ દારૂનો જથ્થો વિશાલ પ્રવિણભાઈ માવ (રહે. કીશાન ચોક) નામનો આરોપી પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર (રહે. પટેલ કોલોની) નામના આરોપીને ઇંગ્લીશ દારૂ આપવા આવાનો છે તેવી ચોક્કસ બાતમીના આધારે સિટી બી ડિવિઝન પોલીસે 52 નંગ ઇંગ્લીશ દારૂની બોટલ કિમત રૂ. 26000 તેમજ એક મોટરસાઇકલ જી. જે. ૧૦ એ. જે. 3513 નંબરનું કિમત રૂ. 36000 એમ કુલ મળી રૂ. 62000 નો મુદામાલ જપ્ત કરી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પી. આઈ. વી. એસ. લાંબા, હરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રવીજયસિંહ ઝાલા, જોગીન્દ્રસિંહ ચૌહાણ, જયપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર અને અમીતભાઈ નિમાવત વિગેરે દ્વારા કરવામાં આવી હતી.