70 માં પ્રજાસતાક પર્વની વીતતી સંધ્યાએ બે વાત પ્રજાસતાક અને લોકતંત્ર વિશે આપણે કરવી છેં.....

જે દેશમાં લોકશાહી હોય પ્રજાજ સર્વોપરી હોય ત્યાં લોકો સરકારી સિસ્ટમ સામે લાચાર ના હોવા જોઈએ. ક્યારેક લાગે છેં કે આ લોકશાહી કે પ્રજાસતાક દેશ છેં તેવું ફક્ત પ્રજાસતાક દિનના દિવસે જ મહેસુસ થાય છેં...
કાલે જ સોસીયલ મીડિયાના માધ્યમથી એક વિડિઓ જોઈઓ કોઈ એક સંસ્થા પોતાની વેદનાની (પીડા)ની રજૂઆત કરવા કલેક્ટર પાસે જાય છેં..  ત્યારે પહેલાં તો પ્રવેશતા જ અટકાવવામાં આવે છેં અને જયારે પ્રવેશ મળે અને કલેક્ટર સાથે રજૂઆત કરે છેં ત્યારે કલેક્ટરનો ઈગો વાતની વાતમાં દેખાઈ આવે છેં... અને રજૂઆત કરતા ભાઈની રજુઆત સાંભળવાની પણ ના પાડે છેં....  જયારે નોકર માલિકને ઇગ્નોર કરે ત્યારે લોકશાહી આ દેશમાંથી મરી પરવારી હોય તેવું લાગે છેં... જે દેશ લોકતંત્રથી મજબુત હતો તે દેશનું લોકતંત્ર ખોખલું કરવામાં નોકરતંત્રે મજબુત ભૂમિકા ભજવી છેં તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.
જે દેશમાં લોકોની મંજુરી વિના કોઈ કામ ના થવુ જોઈએ તેની બદલે લોકોના સતત વિરોધની વચ્ચે અને લોકોની વ્યક્તિગત મિલ્કતમાં નોકરશાહી બેરોકટોક કામ કરી રહી છેં,  ત્યારે આપણે પ્રજાસતાક દેશમાં છીએ તેવું કેમ માનવું.
જયારે લોકો કોઈ સામાન્ય કામ માટે સરકારી કચેરીમાં જાય ત્યારે તેમનું કામ કરતા સરકારી કર્મચારી કામના બદલામાં પગાર મળતો હોવા છતાં મહેનતાણું માંગે અને છતાં તે કામ કર્યુ તે પોતાની ફરજ નહી પણ ઉપકાર કર્યો હોય તેવું દર્શાવે ત્યારે,  આ દેશમાં લોકશાહી છેં તે કેમ માનવું?.....

અને છેલ્લી વાત....  જે મેઘાણીની રચનામાંથી...

મેઘાણી ફૂલછાબમાં પત્રકારત્વ કરી રહ્યા હતા ત્યારે બસમાં એક માજી ભિક્ષા માંગવા આવે છેં..  માજીની ઉંમર લગભગ 70 વટાવી ગયેલ...  ત્યારે મેઘાણી સવાલ કરે છેં કે હે માં આ ઉંમરમાં કેમ માંગવા માટે જવું પડે છેં,  દીકરા નથી સાચવતા કે વૃદ્ધાશ્રમમાં મૂકી જવાનું કહે છેં?  ત્યારે એ માં ક્યે છેં કે મારે દીકરા હતા. મેઘાણી પૂછે કે હતા એટલે હવે નથી રાખતા કે વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા કેમ હતા એમ કહો છો...  ત્યારે ફરી એ માં જવાબ આપે છેં કે,  હા મારે દીકરા એક નહી પણ બે હતા પણ બંનેને દેશની સેવા માટે મિલ્ટ્રીમાં મોક્લ્યાતાં જે શહીદ થઈ ચુક્યા છેં...  હવે મારૂં કોઈ નથી માટે મારે  ભિક્ષા માંગવા નીકળવું પડે છેં....  સાહેબ આ દેશની કરૂણતા તો જુવો જે દેશના સીમાડાની રક્ષા કરતા શહીદ થયેલા દીકરાઓની માં એ પોતાના ગુજરાન માટે માંગવા નીકળવું પડે એનાથી...  વધુ દુઃખ તો લોકતંત્રમાં બીજું કોઈ હોય જ ના શકે....  છતાં પણ...  ભારત માતાકી જય....  આઝાદ હિન્દ અમર રહો....

- ભરત હુણ
ગૃપ એડિટર : જામનગર મોર્નિંગ ન્યુઝ