દ્વારકા નગરપાલિકાએ લોટ પાણી જેવા કામોના સમારકામ પાછળ પણ કર્યો મસમોટો ખર્ચ : સમગ્ર દ્વારકા પંથકમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવા વિજીલન્સની ઝડપી તપાસની ઉગ્ર માંગણી 
જામનગર મોર્નિંગ - દ્વારકા. દ્વારકાના પવિત્ર યાત્રાધામમાં વિકાસ બોર્ડ દ્વારા દ્વારકાના જીર્ણોધ્ધાર માટેના અંદાજે 75 કરોડના કૌભાંડમાં માત્ર 20 થી 25 કરોડનું જ  કામ થયું છે અથવા તો કેટલી જ રકમ વપરાઈ છે. બાકીની રકમનો મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાની વિકાસ બોર્ડના એક પૂર્વ અધિકારી તેમજ આરટીઆઈ એક્ટીવિસ્ટના ઓડિયો કલીપ વાયરલ થયાના અહેવાલ પછી આ મુદ્દો દ્વારકા પંથકમાં ભારે ચર્ચાજનક બન્યો છે. ઉપરોક્ત તમામ કામોમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવા પુરાવાઓ સામે આવી રહ્યા છે, દ્વારકામાં ત્રણ શોપિંગ સેન્ટરો બનાવાયા છે પરંતુ તે ધુળ ખાય છે અને વેપારીઓના ઉપયોગને બદલે ભિક્ષુકોનું આશ્રય સ્થાન બની ગયા છે. ઉપરાંત યાત્રિકો માટે દ્વારકાધીશની મંદિરની આરતીના લાઈવ સર્શન માટે ત્રણ એલ.ઈ.ડી. સ્ક્રીનો મુકાઈ છે કોયદી ચાલુ થઈજ નથી અને પક્ષીઓ માટેનું બેસવાનું સ્થળ બન્યું છે ઉપરાંત અસંખ્ય પિલરો તૂટી ગયા છે અથવા તો રોડ રસ્તા સોલાર લાઈટો વગેરે બગડી ગયા હોવાથી દ્વારકા નગરપાલિકાને સમારકામ માટે મસમોટો ખર્ચો કરવો પડે રહ્યો છે. 
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પુરાણ પ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિર અને મંદિરની આસપાસના કેટલાક ધાર્મિક સ્થળો જેવા કે, ગાયત્રી મંદિર પીઠ, ગોમતી ઘાટ, રાવળા તળાવ, ધીરુભાઈ અંબાણી માર્ગ સહિતના સ્થળોને વિકસાવવા તેમજ સુશોભન સહિતના કર્યો કરવા માટે વર્ષ 2011-12ની સાલમાં રાજ્ય સરકાર દ્વારા 70 કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી હતી અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર વિકાસ કર્યો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ બોર્ડના હોદેદારો અને કેટલાક રાજકીય વગ ધરાવતા લોકોની મિલીભગતના કારણે 75 કરોડના કામના બદલે માત્ર 25 થી 30 કરોડમાં જ તમામ વિકાસ કામોને આટોપી લઇ મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેવી કથિત ઓડિયો કલીપ વિકાસ બોર્ડના પૂર્વ સચિવ તરીકે રહી ચૂકેલા અનિલભાઈ પટેલ  તેમજ આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ કિશોરભાઈ નથવાણી વચ્ચે થયેલી ટેલિફોનીક વાતચીતનો કલીપ વાયરલ થઇ રહી છે. છેલ્લા એક સપ્તાહથી સમગ્ર દ્વારકા પંથકમાં આ અંગે ભારે ચર્ચા થઇ રહી છે અને દ્વારકાના વિકાસ કાર્યોમાં ખુબ જ મોટો ભ્રષ્ટચાર થયો હોવાનું ચર્ચાય રહ્યું છે. ઉપરાંત દ્વારકાવાસીઓની નજર સમક્ષ જ ભ્રષ્ટાચાર દ્વારા થયેલા નબળા કામો નજર સમક્ષ જ દેખાઈ રહ્યા છે. 
દ્વારકા નગરપાલિકા દ્વારા જે તે સમયે વિકાસ કામો થઇ રહ્યા હતા જે કામો નબળી ગુણવતાના થઇ રહ્યા છે. તેવી લેખિત રજૂઆતો પણ રાજ્ય સરકારમાં કરાઈ હતી. પરંતુ યેનકેન પ્રકારે આથવા તો રાજકીય વગ ધરાવતી વ્યક્તિઓના ઈશારે આ મામલે કશું ધ્યાન દોરવામાં આવ્યું ન હતું. ઉપરાંત દ્વારકા નગરપાલિકા પણ ભાજપ શાસિત હોવાથી અને રાજ્યની સરકાર પણ ભાજપ સાશિત કક્ષના અધિકારીઓ પણ વિકાસ કાર્યોને નિહાળવા આવી ચુક્યા હતા અને તેઓ સામે કેટલા સ્થાનિકોએ ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો પણ કર્યા હતા. ઉપરાંત દ્વારકાના અનેક વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપ સાથેના અખબારી અહેવાલો પણ જે તે વખતે પ્રસિધ્ધ થઇ ચુક્યા હતા. જેનો આટલો સમય વીતી ગયા છતાં પણ હજુ કોઈ નક્કર કાર્યવાહી થયેલ નથી. 
હાલની પરિસ્થિતિએ દ્વારકામાં જગત મંદિરના દર્શનની લાઈવ આરતી માટે જુદા જુદા ત્રણ સ્થળોએ એલ.ઈ.ડી. સ્ક્રીન મુકવામાં આવ્યા હતા જેને આટલો સમય વીતી ગયો હોવા છતાં એક પણ દિવસ એલ.ઈ.ડી. સ્ક્રીનો ચાલુ થઇ નથી અને યાત્રાળુઓ આ સુવિધાથી વંચિત રહ્યા છે અને પક્ષીઓને બેસવા માટેનું સ્થળ તરીકે એલ.ઈ.ડી. સ્ક્રીનનો ઉપયોગ થાય છે. ઉપરાંત ગોમતી ઘાટ, જગત મંદિર, ગાયત્રી મંદિર પીઠ વગેરે સ્થળોએ રોશની માટે અને સુશોભન માટે એલ.ઈ.ડી. લાઈટો અને તેમાં ખાસ કરીને સોલાર સિસ્ટમ સાથેના વીજ પોલના હાડ પિંજરજ ઉભા રહ્યા છે, જયારે કેટલાક સ્થળેથી વીજપોલ પણ ગાયબ થઇ ગયા છે.
દ્વારકા યાત્રાધામમાં વિકાસ કામના ભાગ રૂપે દ્વારકામાં ગોમતીઘાટ નજીક ધીરુભાઈ અંબાણી માર્ગ ઉપરાંત રૂક્ષ્મણી મંદિર નજીક જુદા જુદા ત્રણ શોપિંગ સેન્ટરો બનાવાયા હતા જે હાલના તબકે ધુળ ખાઈ રહ્યા છે જેના પણ સટ્ટર દરવાજા વગેરે ખુબ જ હલકી ગુણવતાના હોવાના કારણે અને ચાલુ કરાયા ન હોવાથી તેમાં વેપારીઓને બદલે ભીક્ષુકોની આશ્રય સ્થાન બની ગયા છે. 
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દ્વારકાના મંદિર ચોક સહિત જુદા-જુદા ત્રણ સ્થળોએ બ્લોક પાથરવામાં આવ્યા હતા જેની ડિઝાઇન પણ બરાબર ન હતી અને ફીટીંગ કામ શરખુ થયું ન હોય જેથી વાહનો ચાલ્યા પછી થોડા દિવસોમાંજ તેમાંથી બ્લોક ઉખાડવા લાગ્યા હતા જેના પર વાહન ચલાવવું ઠીક પણ સફાઈ કરી પણ મુશ્કેલ બની હતી અને માત્ર એક વર્ષમાંજ ત્રણેય ચોકની બદતર હાલત થઇ ગઈ હતી, આખરે દ્વારકા નગરપાલિકાએ તમામ બ્લોક કાઢી નાખવાની ફરજ પડી હતી અને મોટો ખર્ચ કરીને ગ્રેનાઈટ વગેરે પાથરી ફરીથી રોડ બનાવાયા છે, જેથી ત્રણેય ચોકમાં માત્ર એકજ વર્ષમાં વિકાસના કાર્યનું સુરસુરિયુ થઇ ગયું હતું અને ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળ્યો હતો.
આ ઉપરાંત દ્વારકામાં જુદા જુદા સ્થળોએ શુસોભન માટેના પીલોર મુકાયા હતા જેમાંથી અનેક પીલોરો તૂટી પડ્યા છે અથવા જર્જરીત બની ગયા છે, જે પીલોરને ખસેડવા માટે દ્વારકા નગરપાલિકાને જહેમત લેવી પડી રહી છે, હાલમાં અનેક સ્થળોએ પીલોર તૂટી ગયા હોવાથી માત્ર પિલોરણ પાયાજ દેખાય રહ્યા છે અને વિકાસ કાર્યના બદલે દ્વારકાની દુરદશા દેખાઈ રહી છે, અને બહારથી આવતા યાત્રિકો સમક્ષ દ્વારકા યાત્રા ધામનું વરવું સ્વરૂપ આ ભ્રષ્ટાચારના પાપે ખડુ થયું છે. દ્વારકા નગરપાલિકાને ઉપરોક્ત તમામ વિકાસ કામોના મેઇટેનન્સની જવાબદારી થોપી દેવામાં આવી છે, અને સમગ્ર વિકાસ કર્યો પાછળ લાઇટિંગ શુસોભન સાફ-સફાઈ વગેરે પાછળ દર મહિને આઠ લાખથી પણ વધુનો ખર્ચ થઇ જાય છે. જેથી દ્વારકા નગરપાલિકા ઉપર છેલ્લા બે વર્ષથી મેઇટેનન્સનું મસમોટું ખર્ચ આવી પડ્યું છે. ઉપરોક્ત તમામ ભ્રષ્ટાચારોના મામલે રાજ્ય સરકાર દ્વારા વીજીલન્સની ઝડપી અને તટસ્થ તપાસની દ્વારકા વાસીઓ દ્વારા માંગણી ઉઠી છે.