જામનગરના લાખોટા તળાવમાં સાપ સહિતના જળચર જીવોના મૃત્યુ નિપજતાં પક્ષીપ્રેમીઓમાં અરેરાટી ફેલાઇ જવા પામી છે, આ બનાવની જાણ થતાં લાખોટા નેચર ક્લબના ઉપપ્રમુખ સહિતના સભ્યોએ સ્થળ પર દોડી જઇ ફાયર શાખાને જાણ કરી મૃત જળચર પ્રાણીઓની સંખ્યા મેળવવા તાગ મેળવાઇ રહ્યો છે.
મળતી વિગત મુજબ જામનગરના લાખોટા નેચર ક્લબને તળાવમાં ઘણાં બધાં સાપ મળેલા હોય તેવી માહિતી મળતાં લાખોટા નેચર ક્લબના ઉપપ્રમુખ સહિતના સભ્યો લાખોટા તળાવ ખાતે દોડી ગયા હતા અને સ્થળનું નિરીક્ષણ કરતાં અત્રે મોટી સંખ્યામાં વોટર સ્નેક તથા માછલીઓ અને અન્ય પકક્ષીઓ જોવા મળ્યા હતા, આ બાબતે ફાયર શાખાનો સંપર્ક કરી હજુ વધુ સાપ તથા પક્ષીઓ મૃત પામેલ છે કે કેમ...૤ તે અંગે જાણવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, બીજી તરફ આ જળચર જીવોના મૃત્યુ પાછળનું કારણ અકબંધ હોય જે અંગે તપાસ હાથ ધરવામાં આવશે, લાખોટા તળાવમાં મૃત જળચર જીવોના મૃતદેહ મળી આવતાં પશુ-પક્ષીપ્રેમીઓમાં અરેરાટી ફેલાઇ જવા પામી છે.