જામનગર મોર્નિંગ - જામનગર.જામનગરની જિલ્લા જેલમાં કેદીઓ માટે મોબાઈલની જરૂરિયાત ખુબજ વધ ગઈ હોય તેમ લાગે છે. બે દિવસ પહેલા એક કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા પછી જામનગર જિલ્લામાં રહેલા એક કેદીને જેલમાં પ્રવેશ દરમ્યાન ચંપલની અંદર મોબાઈલ સંતાડવા અંગે ઝડતી દરમ્યાન જેલ સ્ટાફે પકડી પાડ્યો હતો અને સીટીએ ડીવીઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દઈ તેની સામે ગુન્હો દાખલ કરાવ્યો છે. 
મળતી વિગત મુજબ જામનગરની જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા સુરેશ શિવગીરી ગોસ્વામી કે જેને જામનગરની અદાલતે વચગાળાના જામીન પર મુક્ત કર્યો હતો અને જામીનની મુદત પુરી થતા કેદી ફરીથી જિલ્લામાં પ્રવેશ કરી રહ્યો હતો જે દરમ્યાન જેલના સ્ટાફ દ્વારા તેના અંગની ઝડતી કરવામાં આવતા તેના ચંપલની અંદર સંતાડવામાં આવેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. 
જેલના સ્ટાફની નજર ન પડે તે રીતે ચંપલની અંદર મોબાઈલ સંતાડીને અંદર ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ અંગ ઝડતી દરમ્યાન જેલના સ્ટાફે તેના ચંપલ ઉતરાવી નીરીક્ષણ કરતા ઉપરોક્ત મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેથી જામનગરની જિલ્લા જેલના સહાયક હરદાસભાઇ સવદાસભાઇ વરૂએ મોબાઈલનો કબ્જો લઇ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો હતો અને તેની સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કેદી સુરેશ ગોસ્વામી સામે આઇપીસી કલમ 188 તેમજ પ્રીઝલ એક્ટની કલમ 443, 45ની પેટા કલમ 12 મુજબ ગુન્હો નોંધી તપાશ શરૂ કરી છે જયારે અદાલતમાંથી ટ્રાન્સફર વોરંટીથી કબ્જો મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.