જામનગર મોર્નિંગ - જામનગર : જામનગરમાં મેહુલસિનેમા પાછળ હીરાપાર્ક વિસ્તારમાં રહેતી એક સગીરાનું લગ્ન કરવાના ઈરાદાથી અપહરણ થઇ ગયું હોવાથી સગીરાના પિતા દ્વારા સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ દાખલ કરાવાઈ છે. જે આરોપી તથા સગીરાને પોલીસ શોધી રહી છે.
મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગરમાં મેહુલસીનેમાં પાછળ હીરાપાર્ક સોસાયટીમાં રહેતા અને મજુરીકામ કરતા આદિવાસી પરિવારની 16 વર્ષની સગીર પુત્રીનું ગત તા. 31 ડિસેમ્બરના રાત્રીના સમયે તેણીના ઘરેથી અપહરણ થઇ ગયું હતું. તેના પાડોશમાં જ રહેતો મુળ મધ્યપ્રદેશનો વતની દિલીપ નેમસિંગ ડામોર નામનો આદિવાસી શખ્સ લગ્ન કરવાના ઈરાદાથી અપહરણ કરી ગયો હોવાથી સગીરાના પિતા દ્વારા જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
0 Comments
Post a Comment