જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી રિલાયન્સ કંપનીના એરિયામાં કોઈ તસ્કરોએ પ્રવેશ કરી પી.એફ.એલ. વિભાગમાં શોપ નં.  3 પાસે રાખવામાં આવેલ રૂ. અઢાર હજારની કિંમતના 60 મીટર જેટલા કોપર વાયરની કોઈ તસ્કરો ઉઠાંતરી કરી લઇ ગયા હતા. ચોરીના આ બનાવ અંગે સિક્યોરિટી વિભાગના કર્મચારી રાજેશભાઈ જીવાભાઈ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ બનાવની વધુ તપાસ સંભાળી તસ્કરોને પકડવા માટેની કામગીરી હાથ ધરી છે.