જામનગર મોર્નિંગ - દ્વારકા : દ્વારકાના સુરજકરાડીમાં રખડતી-ભટકતી હાલતમાં મળી આવેલા શખ્સની પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ દ્વારકાના સુરજકરાડીમાં સોની બજાર વિસ્તારમાં સુરજકરાડીમાં જ રહેતો ઇસ્માઇલ સુમાર પુરક નામનો શખ્સ રાત્રિના અંધારામાં લપાતો-છુપાતો નીકળતાં અને દુકાનના તાળા તપાસતો મળી આવતાં સ્થાનિક પોલીસે તેની અટકાયત કરી હતી.