રૂ. ૮, ૪૬, ૦૦૦ નો મુદામાલ કબ્જે : બે શખ્સોને ફરાર જાહેર કર્યા
જામનગરમાં ૧૬૯૨ નંગ ઇંગ્લીશ દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ બે શખ્સોના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરમાં રહેતા સકરુદિન ઉર્ફે સકરુ અબ્દુલભાઈ શેખ (રહે. ખોજાનાકા બહાર) નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરતો હોય તેવી ચોક્કસ બાતમી સિટી એ ડીવીઝન પોલીસને મળતા રહેણાંક મકાને દરોડો પાડતાં ઇંગ્લીશ દારૂની 1692 નંગ બોટલ કિમત રૂ. ૮,૪૬,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી ની પૂછપરછ હાથ ધરતા આરોપીએ સપ્લાયર રાજુ (દમણ) અને જામનગર લઈ આવનાર સાલેમામદ (રહે. જામનગર) બંને શખ્સના નામ ખુલતા ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહી પી.આઈ. કે. કે. બુવળ, પી.આઈ. એસ. એચ. રાઠવા, પીએસઆઇ પી.એ. પરમાર, એસ. ડી. ચુડાસમા, એન. કે. ઝાલા, એમ. જે. રાણા, પી.પી. જાડેજા, જે. વી. જાડેજા, યોગરાજસિંહ પ્રવિણસિંહ, ફિરોઝભાઈ, શિવભદ્રસિંહ, ગૌતમ, આફતાબભાઈ અને રામદેવસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.