દેવભુમિ દ્વારકા તા.૨૧,  દેવભૂમિ દ્વાકા જિલ્‍લામાં અપુરતા વરસાદના લીધે ભાણવડ, કલ્‍યાણપુર અને દ્વારકા તાલુકાને અછતગ્રસ્‍ત/ દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવામાં આવેલ છે. જેમાં ખેડુતોને મળનારી હેકઠર દીઠ કૃષિ ઇનપુટ સહાય મેળવવા ઇચ્‍છતા ખેડુતો માટે તા.૩૧-૦૧-૨૦૧૯ સુધી અરજીઓ મેળવવાનો સમયગાળો લંબાવવામાં આવેલ છે. જે કૃષિ ઇનપુટ સહાય મેળવવા ગ્રામ પંચાયતના તલાટીમંત્રીશ્રી તેમજ નગરપાલિકા વિસ્‍તારમાં સીટી તલાટીમંત્રીશ્રી પાસેથી ફોર્મ મેળવીને સાધિનક કાગળો જેવા કે ૭-૧૨, ૮-અના ઉતારા, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ સાથે તા.૩૧-૦૧-૨૦૧૯ સુધી લગત તાલુકાએ પરત આપવાના રહેશે તેમ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.