જામનગર મોર્નિંગ - જામનગર 
બેંક કર્મચારીઓ સહિત વિવિધ વિભાગની હડતાલમાં જામનગર આવકવેરા કચેરીના કર્મચારીઓ પણ આ બે દિવસની હડતાલમાં જોડાયા હતા અને કામગીરી બંધ રાખી હતી. લઘુત્તમ વેતનમાં વધારો, નાના ઉદ્યોગોને બચાવવા, તથા બેરોજગારી ઊભી કરવી સહિતની વિવિધ માંગણીઓ સાથે આવકવેરા વિભાગ કચેરી રાજકોટના નેજા હેઠળ આ કર્મચારીઓએ હડતાલ યોજી હતી.