જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના નાગનાથ ગેઇટ વિસ્તારમાં જામ્યુકો એસ્ટેટ દ્વારા ગઈકાલે સાંજે મકાન તોડપાડ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં ચાર જેટલા મકાનો ગેરકાયદેસર રીતે ખડકવામાં આવ્યા હોય કમિશનરની સૂચનાથી એસ્ટેટ વિભાગના રાજભા ચાવડા સહિતના સ્ટાફે કાર્યવાહી હાથ ધરી ચાર મકાન પૈકી બે મકાનને તોડી પાડવામાં આવ્યા હતા. જયારે અન્ય બે મકાનને આજરોજ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.