જામનગર મોર્નિંગ - જામનગર. જોડીયામાં આજથી ત્રણ વર્ષ પહેલા એક રેઢી પડેલી કારમાંથી દારૂનો માતબર જથ્થો પકડાયો હતો જે કારને રેઢી મૂકી નાસી છુટેલા અને ત્રણ વર્ષથી નાસ્તા-ફરતા આરોપીને જામનગરની એલસીબીની ટીમે પાલનપુરમાંથી ઝડપી લીધો છે અને જોડીયા પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. 
જામનગર જિલ્લાના જોડીયામાંથી આજથી ત્રણ વર્ષ પહેલા દારૂ અંગે દરોડો પાડી એક રેઢી પડેલી કારમાંથી 174 નંગ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો જે દારૂના ગુન્હામાં ચકુભા ઉર્ફે ચંપકસિંહ બચુભા ઠાકોર કે જે બનારસકાઠાં જિલ્લાના કાંકરેજનો વતની છે જેને ફરારી જાહેર કરવામાં આવ્યો હતો જે આરોપી નાસ્તો-ફરતો હતો અને હાલ પાલનપુરમાં સંતાયો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે તપાસનો દોર પાલનપુર સુધી લંબાવી આરોપીને ઝડપી લીધો છે અને જોડિયા પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.