જામનગર મોર્નિંગ - જામનગર 
ટીબીની હોસ્પિટલમાં દાખલ થયેલા 50 વર્ષની વયના એક પ્રૌઢનું ટીબીની કારણે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગત મુજબ જામનગરમાં રહેતા રાધનભાઈ અરશીભાઈ વાઘેલા નામના 50 વર્ષના પ્રૌઢને ટીબીની બીમારીના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેના મૃત્યુ અંગે તબીબ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. મૃતકનું કોઈ વારસદાર ન હોવાથી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.