જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં પ્રાથમિક શાળાની પાછળથી જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમી રહેલા ચાર શખસોની પોલીસે ધરપકડ કરી છે. વર્લીમટકાનું સાહિત્ય તેમજ રોકડ રકમ વગેરે કબ્જે કર્યા છે. 
મળતી વિગત મુજબ સતાપર ગામમાં જ રહેતા મુકેશ સોમાભાઈ પરમાર ગાંગાજી ખેંગારભાઈ સોંદરવા, ભરત છગનભાઇ પરમાર અને ભોજાભાઈ ભીમસીભાઇ પરમાર વગેરે ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રૂ. 3900ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.