જામનગર મોર્નિંગ - જામનગર : તા. 12 જાન્યુઆરી એટલે વિશ્વભરના યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદજીની ગઇકાલે જન્મ જયંતિ નિમિત્તે જામનગર યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ તથા ઉપપ્રમુખ શક્તિસિંહ જેઠવા અને એન.એસ.યુ.આઇ. પ્રમુખ મહીપાલસિંહ જાડેજા સહિત કોંગ્રેસ અને એનએસયુઆઇની ટીમ દ્વારા જામનગરના ડીકેવી સર્કલ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફુલહાર કરી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.