જામનગર મોર્નિંગ - જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીને કમળો થયો હતો, ત્યારપછી તેને કમળી થઇ જતાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે, ધ્રોલ પોલીસે તેના લોહીના નમૂનાઓ એકત્ર કરી પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે.
મળતી વિગત મુજબ ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતા સુખદેવસિંહ બનુભા જાડેજા નામના પ્રૌઢ ત્રણેક મહિનાથી બીમાર હતા જેની ચાલુ કરવામાં આવેલી સારવાર દરમ્યાન તેઓને કમળો થઈ ગયો હતો તેની પણ સારવાર અપાવવામાં આવતી હતી. આ પ્રૌઢને ગઈકાલે ધમણની માફક શ્વાસ ઉપડતા તેઓને સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું મયુરરાજસિંહ સુખદેવસિંહએ પોલીસમાં જાહેર કર્યું છે.