દ્વારકાના કુરંગામાંથી ચાર જુગારી ઝડપાયાઃ રુા. 15200 ની માલમત્તા ઝબ્બે

જામનગર મોર્નિંગ - ૧૧/૦૧ દ્વારકા : મળતી વિગત મુજબ દ્વારકા તાલુકાના કુરંગા ગામની સીમમાં ખાનગી કંપનીના મેઇન ગેઇટની સામે સરકારી ખરાબામાં ગંજીપત્તાના પાના વડે રોનપોલીસ નામનો તીનપત્તીનો જુગાર રમી રહેલા હરીશ વનરાજ રાયઠઠ્ઠા, પ્રિતમ કૃષ્ણપદોમંડલ-બંગાલી, અરવિંદ યોગીન્દ્ર શાહ, અરુણ વાસુદેવ સીંગ અને મનસુખ દેવરામ રાયઠઠ્ઠા નામના પાંચ શખ્સને પોલીસે રૃા. 15200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.