જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા તા.૧૧, જાન્‍યુઆરી, દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આગામી પ્રજાસત્તાક પર્વની જિલ્‍લા  કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ, ભાણવડ રોડ, જામ-ખંભાળીયા ખાતે યોજાનાર છે જે અનુસંધાને ખંભાળીયા પ્રાંત અધિકારીશ્રી જોશીના અધ્‍યક્ષ સ્‍થાને એક બેઠક મળી હતી. પ્રાંત અધિકારીશ્રીએ તાલુકા તથા જિલ્‍લાના વિવિધ અધિકારીઓને તેમને સોંપેલ કામગીરી અંગે જરૂરી સુચનો કર્યા હતા. બેઠકમાં ડી.વાય.એસ.પી. શ્રી જાડેજા, ખેતી તથા પશુપાલન અધિકારીશ્રી કિરીટ પટેલ, ચીફ ઓફીસરશ્રી ગઢવી સહિત શિક્ષણ, રમત ગમત તથા જરૂરી લગત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા.