જામનગર મોર્નિંગ - જામનગર૧૦/૧ : જામજોધપુરમાં
સતાપરની યુવતીએ ચિકનગુનિયાની બીમારીથી અને જામવાડીની પરણિતાએ બીપીની
બીમારીથી કંટાળી આપઘાત કરી લેતા બંને બનાવ અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ
ધરી છે.
મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતી
પક્ષીકાબેન બાવનજીભાઇ સોંદરવા નામની 18 વર્ષની અપરણીત યુવતીએ પોતાના ઘેર
એસીડ પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરી લેતા તેણીને સારવાર માટે રાજકોટની
હોસ્પીટલમાં લઇ જવાયા પછી સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નીપજ્યું છે. મૃતક
યુવતીને છેલ્લા કેટલાક દિવસથી ચિકન ગુનિયા થઇ ગયો હોવાથી તેને સારું નહીં
થતા બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
જયારે
જામનગર જિલ્લાની કાલાવડમાં પરણાવેલી અને મૂળ જામજોધપુરની વતની કાજલબેન
લલિતભાઈ સોંદરવા નામની 25 વર્ષની પરણિત યુવતીએ જામજોધપુર તાલુકાના જામવાડી
ગામમાં રહેતા પોતાના પિતાના ઘેર રોકાવા માટે આવ્યા પછી આજે સવારે લાકડાની
આડસમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનવ અંગે
મૃતકના પિતા રવજીભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી
વિશેષ તપાસ હાથ ધરી છે. મૃતકને બીપીની બીમારી હતી અને વારંવાર લો બીપી થઇ
જતા સારવાર અંતે વારંવાર હોસ્પીટલ જવું પડતું હતું જે બીમારીથી કંટાળી જઈ
તેણીએ આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.
0 Comments
Post a Comment