વકીલની ડાયરી : એઝાદ માજોઠી - એડવોકેટ 
ગુજરાતનું નાનકડું શહેર ત્યાં રહેતા મી. ફુકરૂ બાબુ. મી. ફુકરૂ અભ્યાસ કરતા આશરે 3-4 દાયકા પહેલાની આ વાત છે જયારે અભ્યાસ કરતા હતા. છોકરીઓ બોલવાની છૂટછાટ હતી પણ અત્યારના સમયની જેમ નઈ કે પહેલા ફ્રેન્ડશીપ ત્યારબાદ લવશીપ અને ત્યારબાદ બ્રેકઅપ અત્યારે આ તમામ વસ્તુ નોર્મલ બની ગઈ છે. મી. ફુકરૂએ ગ્રજ્યુએશન પૂર્ણ કર્યા બાદ વકીલાત માટે એલએલબીના અભ્યાસ માટે એડમિશન લીધું. મી. ફુકરૂ કોલેજમાં અભ્યાસ કરતા વધારે ધ્યાન ત્યાંની ક્ન્યાઓમાં રહેતું. અભ્યાસમાં પણ તેઓ ખુબ હોશિયાર એલએલબીની શરૂઆતથી તેઓ સારા સિનિયર વકીલની અંદર જુનિયરશીપ માટે જોડાઈ ગયા હતા. એક દિવસ સાંજનો સમય હતો ત્યાં બે સુંદર કન્યા ઓફિસમાં આવેલી અને સામે બેસી ગઈ હતી. મી. ફુકરૂની નજર પડી એક કન્યા પર જેનું નામ મિસ. ફુકરી બાબુડી બંનેની આંખ મળેલી મી. ફુકરૂએ ગમે તે બહાને તેની સાથે વાત કરવાની કોશીશ કરેલી તો છોડો જવાબ સાંભળી ફુકરૂએ આગળ વાત ના વધારી. મિસ. કૂકરીએ મધ્યમવર્ગમાંથી આવતી કન્યા હતી. સંસ્કારોનું સિંચન હતું. માતા-પિતાએ શીખવાડેલી શીખો હતી અને માતા-પિતાની ઈજ્જત હમેશા જળવાઈ રહે તેવી આંખોમાં ચમક હતી. ઓફિસમાં મિસ. ફૂકરી સિનિયર વ્યક્તિ પાસે ડોક્યુમેન્ટ લગત કાર્ય પૂર્ણ કરી જતી રહેલ. મિસ. ફુકરીની કોલેજની બાજુમાં જ ફુકરૂની કોલેજ આવેલી ત્યાંથી ફુકરી રોજ પસાર થતી હતી. બંને એકબીજા સામે જોતા હોય સમાજને લગત અમુક પ્રંસગોમાં બંનેએ હાજરી આપતા. બંને એકજ સમાજના હતા અને સેવાકીય કાર્યોમાં જોડાણા હતા. ત્યાં ફુકરીને મિ. ફુકરૂ આંખોમાં વસી ગયેલ. જે કન્યા બીજા છોકરા સાથે વાત પણ ન કરે તેને ફુકરૂ મનોમન વસી ગયેલ. ફુકરીનો કોલેજનો સમયપૂર્ણ થાય ત્યારે ફુકરી બાજુની કોલેજમાં જાય અને ફુકરૂને શોધે. તે જોઈ ફુકરી મનોમન ખુબ દુઃખી થતી હતી. આ વાત ફુકરૂને સમજવામાં હજી સમય લાગવાનો હતો. એ સમય આવી ગયેલ અને એક દિવસ કોર્ટમાં જોયું તો મિસ ફુકરી કોર્ટ પાસે ઉભેલી દૂરથી ફુકરૂ તેમને નિહાળી રહ્યો હતો તે કોઈક ને શોધતી હતી. એ મિ. ફુકરૂ હતો. ફુકરૂ તેની નજીક ગયેલ વાત કરેલી કેમ આવવાનું થયું અહીંયા. જવાબ મળ્યો તેમને જોવા માટે મારા પિતાનું હરસનું ઓપરેશન થયેલ છે. ત્યાં હતી ત્યાંથી તમને જોવા માટે આવેલી તે સમયે મિ. ફુકરૂના દિલમાં ફુકરીએ ઘર બનાવી લીધું ત્યારબાદથી પ્રેમના બંને પંખીઓ પ્રેમના ગીતો ગાતા હતા. પોતાની જિંદગી જીવતા પરંતુ જિંદગીમાં બધાને બધું મળી જતું નથી. મિ. ફુકરૂ અને ફુકરી બંને ગાંઠ પ્રેમમાં બંધાયેલા હતા. પરંતુ બંનેની સગાઈ પહેલા જ થઇ ચુકેલી અને બંને પોતાના પરિવાર વિરુધ્ધ જવા ન માંગતા હોય સમય વીતતો ગયો પ્રેમના ગીતો ગવાતા રહ્યા. મિસ. ફુકરીને પોલીસમાં નોકરી મળી ગઈ માતા-પિતાની આંખોમાં દીકરી પ્રત્યે વધારે પ્રેમ-વાત્સલ્ય છલકાઈ આવ્યું. છલકાઈ આવે જ ને મધ્યમ સમાજમાંથી આવતી માતા-પિતાના જીવનના સંસ્કારોનું આદર્શ હતી. મિસ. ફુકરી ટ્રેનિંગ ના દિવસો ટ્રેનિંગ સમયે પણ મિસ. ફુકરીને ફુકરૂ મળવા પહોંચી જતો. મિ. ફુકરૂ સાયકલ માંગીને તેડવા પણ જતા ટ્રેનિંગ પુરી થઇ મિસ. ફુકરીએ પોલીસની વર્ધી ધારણ કરેલી મિસ ફુકરીના લગ્ન હજી બાકી હતા. તેથી તેણે મિ. ફુકરૂને ખેલ કે : મારા માટે તમે પહેલા તમારા માટે હું કેમ નહીં" (કેમ કે મિ. ફુકરૂના લગ્ન પહેલા થયેલા) આ વાતનો સબંધ તેની અંગત જિંદગી સાથે હતો. ત્યારબાદ ફુકરૂ અને ફુકરી બંનેના શરીર એક થયેલા બે જાન એક થયેલી. ત્યારબાદ ફુકરીના લગ્નનો સમય આવેલ. ફુકરૂ અને ફુકરીએ બંનેએ સહનશક્તિનો સંસાર દિલમાં વસાવી એ સમય પણ પસાર કરી લીધો અને બંનેએ એક નિર્ણય લીધો આપણે 60 વર્ષની ઉંમર બાદ બંને ક્યાંક અલગ એકલા રહેશું. બંનેના નિર્ણયો દ્ઢ હતા. આ વાતને 3 થી 4 દાયકા વીતી ગયેલ. ફુકરી રિટાયર્ડ થઇ ગયેલ છે. નોકરી દરમ્યાન તે પ્રામાણિક અને પુરી જિંદગી જો દિલમાં વ્યક્તિ હોય તો તે ફુકરૂ છે. નોકરીમાં ન તેઓ આદર્શની નામના ધરાવેલી અને નોકરીનો અને પરિવારનો પ્રભાવ ક્યારેય ફુકરૂ સુધી પડવા દીધેલ નહીં. હાલ ફુકરૂ અને ફુકરી બંને તેના દ્ઢ નિર્ણય મુજબ બંને અલગ રાજ્યમાં સપનાના બનાવેલા મકાનમાં રહે છે અને બંનેની આંખોમાં પ્રેમ પણ પુરવાર કરેલું અને પરિવારની જવાબદારી પણ પુરવાર કરેલી તેવી ચમક છે. બંનેનું કહેવું એવું છે કે અમો બંનેએ અમારા પ્રેમના લીધે કોઈને નુકશાન પહોચાડેલ નથી કે અમારા માતા-પિતાની ઈજ્જત ડુબાડેલ નથી. બંનેના માતા-પિતા પણ આકાશમાંથી જોઈ આશુ વરસાવતા હશે. હાલમાં ફુકરીના કનમદિવસે ફુકરૂએ ગીત ગયેલ 
"ઈક પ્યાર કા નગમા હૈ મોજો કી રવાની હૈ, 
જિંદગી ઔર કુછ ભી નહીં તેરી મેરી કહાની હૈ"            
        (પાત્રો નામ અને સ્થળ બદલાવેલ છે.)