જામનગર મોર્નિંગ - 7/1 જામનગર : જામનગર મહાનગરપાલીકા સંચાલિત બેડેશ્વર વિસ્તારમાં આવેલા રેન બસેરામાં રવિવારે ભિક્ષુકના વેસમાં નવ સભ્યો સાથેનો એક પરિવાર આશરો લેવા માટે આવ્યો હતો અને પોતાનો સામાન રાખીને એકાએક ગાયબ થઇ જતા તેઓની શોધખોળ ચલાવાઈ રહી છે. આશરો લેનાર જમ્મુ કાશ્મીર તરફના હોવાનું તેમજ તેઓએ રજીસ્ટરમાં અંગ્રેજીમાં સહી કરી હોવાથી તમામ એજ્યુકેટેડ હોવાનું તારણ કાઢી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 
મળતી વિગત મુજબ જામનગર મહાનગરપાલીકા દ્વારા બેડેશ્વર વિસ્તારમાં રેનબસેરા બનાવાયુ છે જેમાં હાલના ઠંડીના સમયમાં નિરાધાર અથવા ભિક્ષુકો વગેરે આશ્રય લે છે. રાત્રીના સમયે આવે છે જયારે સવારના સમયે પરત ચાલ્યા જતા હોય છે જે તમામનું એક રજીસ્ટર નિભાવવામાં આવે છે અને પ્રતિદિન રાત્રી રોકાણ કરવા માટે આવ્યા પછી તમામની રજીસ્ટરમાં સહી લેવામાં આવે છે. 
દરમ્યાન શનિવારે તા.5-1-19ની રાત્રીના રેન બસેરામાં કુલ 13 આશ્રિતો આશરો લેવા માટે આવ્યા હતા અને તમામની સહી લેવામાં આવી હતી જેમાં રાજ્ય બહારથી ચાર પુરૂષો બે મહિલા બે બાળક અને એક બાળકી સહિતના નવ જેટલા પરિવારના સભ્યો પણ આશરો લેવા માટે આવ્યા હતા જેઓએ અંગ્રેજી ભાષામાં સહી કરી હતી જેથી તમામ એજ્યુકેટેડ હોવાનું જણાતા ફરજ પર હાજર રહેલા મહાનગરપાલીકાના કર્મચારી દ્વારા તેઓ ક્યાંના વતની છે તે અંગે પૂછતાં તમામ જમ્મુ કશ્મીરના વતની હોવાનું જણાવ્યું હતું.
જામનગર મહાનગર પાલિકા દ્વારા રાજ બહારથી આવતા અને આશરો લેનારા લોકોના આઈડી પ્રુફ માંગવામાં આંબે છે જેથી તેઓના પણ આઈડી પ્રુફ આપવાનું કહેતા સવારે ઝેરોક્ષ કરીને આપશું તેમ કહી રાતવાસો કરી લીધો હતો ત્યાર પછી પોતાના ધાબળા સહિતનો કેટલોક સામાન રાખીને વહેલી સવારે તમામ લોકો સામાન છોડીને એકાએક ગાયબ થઇ ગયા હતા જે રવિવારે રાત્રીના 10 વાગ્યા સુધી પરત નહીં આવતા અને પોતાના સામાનની દરકાર નહીં કરતા તેમજ આઈડી પ્રુફ પણ જમા નહીં કરાવતા મહાનગરપાલીકાના ફરજ પરના કર્મચારીને શંકા જતા ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી.
જેથી રાત્રીના દસ વાગ્યે જામ્યુકોના રેન બસેરાના ઇન્ચાર્જ અને દબાણ હટાવ શાખાના અધિકારી રાજભા ચાવડા તેમજ સુનિલભાઈ ભાનુશાળી બેડેશ્વર દોડી ગયા હતા અને પોલીસની મદદ લીધી હતી. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ પોલીસ કન્ટ્રોલને આ બાબતની જાણ કરતા ભારે દોડધામ મચી ગઈ હતી. એલસીબીની ટીમે પણ આ પ્રકરણની તપાસમાં ઝંપલાવ્યું હતું અને રાજ્ય બહારથી આવેલા અને આશરો લેનારા પરિવારની શોધખોળ હાથ ધરી છે તેઓનો સામાન ચેક કરતા અંદરથી કોઈ આધાર પુરાવાને લગતું કોઈ સાહિત્ય મળ્યું નથી પરંતુ બેડેશ્વર વિસ્તારના કાસમ ખફીની ભલામણથી આ પરિવારને અત્રે આશરો આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે તુરંત કાસમ ખફીનો સંપર્ક કર્યો હતો અને ગુમ કાશ્મીરી પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગુમ થયેલો પરિવાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના વાડીનાર ગામે મુસ્તાકભાઈ નામના સ્થાનિક નાગરિકના ઘરે ઉતર્યો હોવાનું સામે આવતા જામનગર પોલીસે દ્વારકા પોલીસને જાણ કરી હતી. જેને લઈને વાડીનાર પોલીસ દફતરના પી.એસ.આઈ. હનીફ હિંગરોચા સહિતનો સ્ટાફ વાડીનાર ચોક ખાતે રહેતા મુસ્તાકભાઈના ઘરે દોડી ગયા હતો. પોલીસ તપાસ દરમ્યાન ચાર પુરૂષો, બે મહિલાઓ અને બે બાળકો અને એક બાળકી સહિતના નવ સભ્યોના પરિવારના ઓળખ અંગેના આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા. જેમાં આ શખ્સોની ઓળખ થવા પામી હતી. જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના મણીગાહ ખાતે રહેતા આ તમામ શખ્સોના કબ્જામાંથી આધાર કાર્ડ સહિતના જરૂરી પુરાવા મળી આવ્યા હતા. જેથી પોલીસે તાત્કાલીક કુપવાડા જિલ્લાના કિશનપુર પોલીસ દફ્તરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં આ તમામ શખ્સો નોંધ કરાવીને ગુજરાત આવ્યા હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ આવ્યા બાદ આ પરિવારે અમદાવાદમાં એક મકાન પણ ભાડે રાખ્યું હોવાની વિગત પણ સામે આવી છે. ઇમરાન ઇકબાલ નામના શખ્સે આ પરિવારને ફ્લેટ રૂપિયા 3000ના રેન્ટમાં નવેમ્બર માસમાં ભાડે આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને અમદાવાદ પોલીસ દફ્તરમાં મકાન ભાડૂતે નોંધ પણ કરાવી હોવાના ઇશનપુર પોલીસ દફતરના પી.આઈ.દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવા મળી આવ્યા હતા. 
અહીં આ પરિવાર રોજી-રોટી માટે આવ્યો હોવાનું અને ભિક્ષાવૃતિ તથા ફંડ-ફાળા ઉઘરાવતા હોવાનું પોલીસે તપાસમાં સામે આવ્યું છે. કાશ્મીરનો પરિવાર ખરેખર કાશ્મીરનો હોવાનું સામે આવતા પોલીસે નિરાતનો દમ ખેંચ્યો હતો અને આ પરિવારને પરત કાશ્મીર જવાનું ફરમાન કરવામાં આવ્યું હતું.
 કરી હતી અને ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.