મોબાઇલ ફોન-રોકડ રકમની ચોરી કરી લઇ ગયાઃ 19 હજારની મત્તા ગાયબ
જામનગર મોર્નિંગ,6/1 જામનગર : કાલાવડના ચાપરા ગામે પાન-બીડીની દુકાનમાં તસ્કરોએ ત્રાટકી મોબાઇલ ફોન અને રોકડ રકમની ચોરી કરી લઇ ગયાની દુકાનદારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાલાવડ ગ્રામ્ય પોલીસે ચોરીના આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના ચાપરા ગામે રહેતા વાલજીભાઇ ગાંડુભાઇ ટોયટા નામના વેપારીની પાન-બીડીની દુકાનનો દરવાજો ખોલી કોઇ તસ્કરો અંદર પ્રવેશી દુકાનમાંથી રુપીયા 11 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રુપીયા 8 હજારની રોકડ રકમ સહિત કુલ મળી રુપીયા 19 હજારની માલમત્તા ચોરી કરી લઇ ગયાની તેઓએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ જે. કે. રાઠોડ આગળની તપાસ ચલાવી રહ્યા છે.
0 Comments
Post a Comment