ગળેફાંસો ખાઈ લઈ જિવનલીલા સંકેલી લીધીઃ
જામનગર મોર્નિંગ - જામનગર : જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતી એક પરિણીત યુવતીએ પોતાના ઘેર આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ગુજરાન ચલાવવામાં તકલીફ પડતાં જિંદગીથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.
મળતી વિગત મુજબ જામનગરના સત્યમ્ કોલોનીમાં આવેલી ક્રિષ્ના રેસીડેન્સીના મકાન નં.૧૦૨માં વસવાટ કરતા મનોજભાઈ કુંવરજીભાઈ રાવળદેવ નામના યુવાનના પત્ની રીટાબેન (ઉ.વ.૩ર)એ ગઈકાલે સાંજે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. દરમ્યાન આ બાબતની ઘેર પરત આવેલા પતિ મનોજભાઈને જાણ થતા તેઓએ પોલીસને વાકેફ કરી હતી. દોડી ગયેલા જમાદાર એ.એલ. રાઠોડે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આ મહિલાની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.