રૂ. 64,500ની કિંમતનો 3225 લીટર દેશીદારૂ ઝબ્બે : આરોપી ફરાર  

જામનગર મોર્નિંગ - જામનગર 
જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામે આર.આર.સેલ.એ દરોડો પાડી દેશીદારૂનો 3225 લિટરનો જંગી જથ્થો ઝડપી લીધો હતો અને આ પ્રકરણમાં એક શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ વાંસજાળિયા ગામે બાતમીના આધારે આર.આર.સેલ.એ દરોડો પાડી અત્રે આવેલ કાંબરીયાના તળાવ કાંઠે બાવળની ઝાડીઓમાં તલાશી હાથ ધરી રૂ. 64500ની કિંમતનો 3225 લીટર દેશીદારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દરમિયાન જેશા વેજા (રાણાવાવ)ના શખ્સને આ ગુન્હામાં ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી આરંભી હતી.
આ કામગીરી પીએસઆઇ એમ.પી. વાળા તથા સ્ટાફના રામદેવસિંહ ઝાલા, સંદીપસિંહ ઝાલા અને કમલેશભાઈ રબારી સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.