જામનગર મોર્નિંગ, 5/1, દ્વારકા : દ્વારકામા એક બનાવટી સી.બી.આઈ ઓફિસરને પકડી પાડ્યો છે નકલી સી.બી.આઈ ઓફિસર હોવાના રોફ જમાવતા આખરે પોલીસના પાંજરે પુરાયો.

  આપણે સહુ બધા ફરવા બહારગામ જતા હોઇએ છીએ અને ફરતા સમયે અનેક અપરિચિત લોકો ટ્રેન બસ સફર સહિતમા મળતા હોઈ છે ત્યારે આવા અપરીચીતનો વિશ્વાસ ખરેખર કેટલો યોગ્ય કહી શકાય? ત્યારે આવોજ એક કિસ્સો સામે આવ્યો છે  દ્વારકાના વેપારી જ્યારે 25-11 ના રોજ ટ્રેનમા નેપાળ જવાની મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેમને ગોરખપૂર અમદાવાદ વચ્ચે સન્દીપ ગુપ્તા નામના શખ્સ સાથે ટ્રેનમા મુલાકાત થતા પોતાને આઈ.પી.એસ અધિકારી હોવાનુ ચર્ચામા જણાવ્યુ હતુ જાણે આ વેપારીને આગામી ટાર્ગેટ કરવો હોઈ તેમ શાતિર આ બનાવટી સી.બી.આઈ ઓફિસર દ્વારકાના વેપારી નટુભાઇ પરમારના નમ્બર લીધા.નમ્બર લીધા બાદ આ શાતિર ઠગ બાજ નકલી સી.બી.આઈ ઓફિસરે મોટી મોટી વાતો દ્વારા નટુભાઇ ઉપર પોતાનો રોફ જમાવા લાગ્યો   આ વેપારીને જાણે આગામી ટાર્ગેટ બનાવાનો હોઈ એમ એક માસ વીત્યા બાદ આ શાતિર ઠગ 30-12-ના રોજ દ્વારકા આવી પહોચ્યો હતો અને નટુભાઇ ને ફોન કરી તેમની હોટેલમા રોકાણ કરવા લાગ્યો.

 દ્વારકામા જાણે મોટી મુરાદથી પોતાના મોટા મનસૂબા પાર પાડવા આવતો હોઈ તેમ તેણે ફરી અહી બધાને સન્દીપ ગુપ્તાએ પોતે આઈ.પી.એસ અધિકારી ગાંધીનગર નો હોવાનુ જણાવ્યુ અને પોતાનો રોફ અને રૂતબો જમાવવા ટેલિફોનમા કરોડો રૂપિયાના સેટિંગની વાતો કરવા લાગ્યો નટુભાઇ પરમારની હોટેલમા રૂમ ન-102 મા કોઇ પણ જાતની આઈ.ડી આપ્યા વિના રોકાણ કરવા લાગતા અને વારવાર આઈ.ડી માંગવા છતા આઈ.ડી ના આપતા આખરે નટુ ભાઇ પરમારને શંકા બનવા લાગી હતી શાતીર આ ઠગ પોતે આઈ.પી.એસ અધિકારી હોઈ ખુદ નટુભાઇ પરમારે  પણ હોટેલનુ ભાડુ લીધેલ નહોતું આઈ.પી એસ અધિકારી હોઈ ભાડુ પણ નહોતુ માંગ્યુ ટેલિફોનમા એફ.આઈ.આર સહિતના વિવિધ કેસોની વાતો કરી પોતાનો રોફ જમાવતૉ હતો   આ દરમિયાન આ શાતિર ઠગ દ્વારકાધીસના દર્શને પહોચ્યો જ્યા પોતાના 80 હજાર રોકડા ગુમ થયા હોવાનો હોબાળો કર્યો હતો આઈ.પી.એસ અધિકારીના પૈસા ચોરાય જતા મંદિર પરિસરમા દોડધામ મચી હતી જેના પગલે આ સમગ્ર વાત દ્વારકા પોલીસ ના કાને પહોંચી હતી.

એક તરફ પાંચ દિવસથી ઓળખ આપ્યા વિના રોકાતા આ શાતીર વિરૂધ્ધ દ્વારકાના વેપારી નટુભાઇ ની શંકા વધતા તેમને આ બાબતે પોલીસને જાણ કરી તો પોલીસે પણ ખૂબ ઊંડાણ પુર્વક તપાસ હાથ ધરી અને ઠગબાજ ના 80 હજાર ચોરી ક્યા થયા એની ઉલટ તપાસ હાથ ધરતા પોલીસની આ તપાસમા સી.બી.આઈ ઓફિસરનો રોફ તૂટી ગયો હતો નકલિ સામે અસલી ખાખી આવતા આરોપી સન્દીપ ગુપ્તા જે પોતે અમદાવાદનો રહેવાસી હોઈ પોલીસ સામે આખરે પોતાની હવા નીકળી જતા  ચુપચાપ બોલવાનુ શરૂ કર્યુ હતુ.પોતાના 80 હજાર ચોરાયા ના હોઈ માત્ર નાટક કરેલ હોવાનુ જણાવ્યા બાદ પોલીસે આ નક્લી આઈ.પી.એસ ની ઊંડી પુછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને પોતે એક વ્યક્તિ સાથે 5000 હજારનુ ફ્રોડ કર્યાનુ કબૂલ્યું હતુ પોલીસે આ આરોપી શાતીર હોઈ તમામ ફોન રેકોર્ડ પણ ચેક કરતા હવે પછીના આ શાતીર ઠગના  શિકાર થતા થતા બચી ગયા શાતીર આ ઠગ પાસેથી દ્વારકા પોલીસે 8 મોબાઇલ કબજે કરી હોટેલ સંચાલક નટુભાઇ પરમારની ફરિયાદને આધારે  આઈ.પી.સી કલમ 170 અને 419 મુજબ ગુઁહો નોંધી સન્દીપ રઘુનંદન ગુપ્તા નામના આ શાતીર નક્લી સી.બી.આઈ ઓફિસરને ઝડપી હાલતો આગળની કાર્યવાહી હાથ ધરેલ છે પરંતુ દ્વારકા પોલીસે આ ઠગની જાળમા ફસાય તે પહેલા અનેક નિર્દોષને આ શાતીર ઠગથી બચાવી લીધા છે