જામનગર મોર્નિંગ, 6/1 દ્વારકા : ભાણવડ અને સલાયાની પરિણીતાએ પોતાને શારીરિક-માનસિક દુઃખ-ત્રાસ આપવા અંગે સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ ભાણવડમાં રામેશ્વર પ્લોટ ખાતે રહેતા સરસ્વતીબેન રાજેશભાઇ વાઘ નામની પરિણીતાને પતિ રાજેશભાઇ અરજણભાઇ વાઘ, અરજણભાઇ દેવશીભાઇ વાઘ અને રાણીબેન અરજણભાઇ વાઘ નામના સાસરીયાઓએ શારીરિક-માનસિક દુઃખ-ત્રાસ આપતાં તેઓએ ત્રણેય વિરુધ્ધ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સલાયામાં રેલ્વે સ્ટેશન પાસે રહેતા સાયરાબેન ઇરફાનભાઇ સંઘાર નામની પરિણીતાને પતિ ઇરફાન ઓસમાણ સંઘાર, હુશેનાબેન ઓસમાણ સંઘાર, ઓસમાણ નાથા સંઘાર, ફિરોઝ ઓસમાણ સંઘાર, શહેનાઝ ફીરોઝ સંઘાર, આશીયાના ઓસમાણ સંઘાર અને હુશેન ઓસમાણ સંઘાર નામના સાસરીયાઓએ ઘરકામ બાબતે મેણાં-ટોણાં મારી શારીરિક-માનસિક દુઃખ-ત્રાસ આપવા અંગે સાયરાબેન સંઘાર દ્વારા સાતેય વિરુધ્ધ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.
0 Comments
Post a Comment