વકીલની ડાયરી - એઝાદ માજોઠી (એડવોકેટ - જામનગર)
સાહેબ મારી પાસે તમારી ફીસ ચૂકવી શકું એટલા રૂપિયા અત્યારે નથી. અત્યારે થોડાક રૂપિયા છે. મારો પતિ છૂટી જશે એટલે તમારી તમામ ફીસ હું કટકે કટકે ચૂકવી આપીશ. પેલી સ્ત્રી ગુલાબબેન જામનગર ના બાહોશ અને અવાજ ના આતંક થી કોર્ટ કમ્પાઉન્ડ ધ્રુજવી દે અને અવાજ જાણે સિંહ ની દહાડ એવા જામનગર ના વકીલ ક્રાઈમ પ્રેક્ટીસ ના કિંગ હર્ષદ ભટ્ટ (મારા સીનીયર જેઓ ની સાથે મેં મારો જુનિયરશીપ નો સમયગાળો વિતાવેલો જે મારા માટે ગર્વની વાત છે.) ની સામે બેસીને પોતાના પતિ ને છોડાવવા માટે ની આજીજી કરતી હતી. એડવોકેટ હર્ષદ ભટ્ટ તેની તમામ વાત ધ્યાન થી સાંભળતા હતા . તમામ વાત સાંભળી ને એડવોકેટ હર્ષદ ભટ્ટ એ કહેલ કે હા વાંધો નહિ અત્યારે તારા પતિ નો કેસ હું હાથ માં લવ છું. પણ મારી ફી તુ ચૂકવી દેજે હું મારી મારી મહેનત ના જ રૂપિયા લવ છું. પેલી ગુલાબબેન એ રાહત નો શ્વાસ લીધો કેમ કે તેના પતિ નો કેસ જામનગર ના ક્રાઈમ પ્રેક્ટીસ કિંગ એડવોકેટ હર્ષદ ભટ્ટ એ સંભાળી લીધો હતો.
એડવોકેટ હર્ષદ ભટ્ટ એ ગુલાબબેન ના પતિ કમળભાઈ ની ફાઈલ વાંચેલી કેસ એવો હતો કે કમળભાઈ કરતા હતા કડિયાકામ સંતાન માં એક દીકરી જે જુવાની થી એક કદમ દુર
અને એક દીકરો નાનો . કમળભાઈ કડિયાકામ કામ કરે ત્યાં આવતી મજુરી કામ માટે એક સ્ત્રી
જેનું નામ ચમેલીબેન કડિયા કામ માં કમળભાઈ
ને આ ચમેલીબેન સાથે નજર મળેલી અને બંને એકબીજા ની નજીક આવવા લાગ્યા. મળવાનું રોજ બનતું અને શરીરસુખ માણતા . કમળભાઈ રોજ ચમેલી ઘરે રાત્રે પહોચી જતો
સવાર થતા નીકળી જતો . ચમેલી ને સંતાન માં એક દીકરી હતી ૮ વર્ષ ની ચમેલી તેની દીકરી
સાથે એકલી રહેતી . એટલે બંને પ્રેમી પંખીડા ના મળવામાં મુશ્કેલી થતી નહિ. એક દિવસ
બન્યું એવું કે કમળ અને ચમેલી બંને સમાગમ માણતા હતા ત્યારે ચમેલી ની દીકરી ઊંઘ
માથી જાગી ગયેલ . કમળ અને ચમેલી ને બંને જોઈ ગયેલ અને કહેવા લાગેલ કે હું બધા ને
કહી દઈશ. તેથી કમળ ઉશ્કેરાઈ જઈ ને ચમેલી ની દીકરી ના માથા ના વાળ પકડી ને દીવાલ
માં માથું ભટકાડેલ અને માથું ભટકાતા ચમેલી ની દીકરી ના માથા માંથી લોહી નો ફુવારો
નીકળેલ અને ચમેલી ની દીકરી ત્યાં મૃત્યુ પામેલ. ત્યારબાદ કમળ અને ચમેલી બંને એ રાત્રે
દુર જઈ લાશ ને પાણી ના ખાડા માં નાખી દીધેલ. ત્યારબાદ બીજે દિવસે લાશ મળતા પોલીસ તપાસ નો ધમધમાટ ચાલુ
થયેલ. અને સાંયોગિક પુરાવાની કડીઓ જોડી ને કમળ અને ચમેલી ની ધડપકડ કરવામાં આવેલ.
ત્યારબાદ કોર્ટ ની તારીખો ની શરૂઆત આરોપીઓ પર આઈ.પી.સી. કલમ ૩૦૨ મુજબ ના ગુન્હા
નું તહોમતનામું ફરમાવવામાં આવેલ.
કેસ ની ટ્રાયલ ચાલુ કરવામાં આવેલ ચમેલી ના વકીલ
અન્ય હતા. અને કમળ ના વકીલશ્રી હર્ષદ ભટ્ટ
એ કેસ ના તમામ સાહેદો ની જુબાની ને પોતાના દ્વારા લેવાયેલ ઉલટતપાસ માં શંકાસ્પદ
બનાવી નાખેલ. અને તમામ પુરાવા અને જુબાની ને એડવોકેટ હર્ષદ ભટ્ટ એ ધારદાર દલીલો થી
અને ઉલટતપાસ વડે પોતાની ફેવર માં કરી નાખેલ.
અને અંત માં કમળ ના ચુકાદા નો દિવસ આવેલ. કમળ ને શંકા નો લાભ આપી નિર્દોષ છોડી મુકવામાં
આવેલ. ત્યારબાદ એડવોકેટ હર્ષદ ભટ્ટ એ આરોપી કમળ ને એટલું કહેલ કે “ ઈ છોકરી બીજા
ને કઈ દેત તો ફેર શું પડત અને એટલી નાની
છોકરી નું સાચું માનત કોણ” એક જીવ બચી જાત ને . પરંતુ ભટ્ટ સાહેબ ની પાસે આરોપી
છલ્લે સુધી કહેતો રહ્યો મેં નથી મારી એ છોકરી ને
એડવોકેટ હર્ષદ ભટ્ટ પણ વિચાર તા હતા બધા ગુનેગાર ને હું પૂછું એટલે સાચું
કહે પણ કમળ તો છેલ્લે સુધી કેતો રહ્યો મેં ઈ છોકરી ને નથી મારી.
ચુકાદો આવ્યા બાદ મેં મારા સીનીયર એડવોકેટ હર્ષદ
ભટ્ટ સાહેબ ને પૂછ્યું સાહેબ આ કેસ માં કેમ ફીસ માં દયા દાખવેલી . ત્યારે એડવોકેટ
હર્ષદ ભટ્ટ એ જવાબ આપેલ કે આ આરોપી કમળ ને એક નાનો દીકરો અને જુવાન દીકરી છે. કમળ
જેલ માં રહેશે તો એની દીકરી બાપ ની છત્ર છાયા વિના આડે રસ્તે ચડી જશે. એટલે જ કમળ ની
દીકરી અને નાનો દીકરા નું ભવિષ્ય સુધરે તે માટે તેનો કેસ લડેલ.
(વકીલ નું નામ સાચું લખેલ છે. પાત્રો ના નામ બદલાવેલ છે)
0 Comments
Post a Comment