ભાજપના બે મહિલા કોર્પોરેટરના મ્યુ. કમિશનર  સામે સતત ચોથા દિવસે ધરણા : આવેદનપત્ર 
જામનગર મૉર્નિંગ - જામનગર. બેડેશ્વરના કેટલાક પરિવારોના પ્રશ્ને ખુદ શાસક પક્ષના જ બે મહિલા કોર્પોરેટરો સતત ચોથા દિવસે ઘરના ચાલુ રાખ્યા છે અને આજે મ્યુ. કમિશનરની  ચેમ્બર સામે ધરણા કર્યા છે અને આવેનપત્ર પાઠવ્યું હતું. જામનગરના બેઘર બનેલા અઢાર પરિવારો માટે આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગણી સામે આજે ચોથા દિવસે ભાજપના બે કોર્પોરેટર દ્વારા મ્યુ. કમિશનરની ચેંબર પાસે પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 
જામનગર બેડેશ્વર માર્ગ, ઓવરબ્રીજ નજીક મહાનગર પાલિકા દ્વારા પાડતોડ કરવામાં આવી હતી. જેમાં 18 પરિવારો માટે આવાસની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સામે શાસક કરવાની માંગ સામે શાસક જુથના કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા અને હુશેનાબેન સંઘાર દ્વારા પ્રતીક ધરણાના આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગત શુક્રવારે મ્યુનિ. કમિશનર કાર્યલયમાં અને શનિવારે મેયર કાર્યાલયમાં સોમવારે સ્ટે. કીમીટીનાં ચેરમનેની ચેંબર સામે ધરણા કર્યા પછી આજે ચોથા દિવસે મ્યુ. કમિશનરના કાર્યાલય પાસે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું। જેમાં રચનાબેન નંદાણીયા, હુશેનાબેન સાથે ધરણામાં લાભાર્થીઓ પણ જોડાયા હતા. લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે ભાજપના રાજમાં ખુદ શાસક પક્ષના સભ્યોનો અવાજ પણ કોઈ સાંભળતું નહીં હોય ?