જામનગર મોર્નિંગ - જામનગર. જામનગરમાં એડવોકેટ કિરીટ જોષીના ચકચારી પ્રકરણમાં ઝડપાયેલો શખ્સ જેલમાં હોય દરમિયાન તેણે અદાલતમાં ભત્રીજાના લગ્નનું કારણ દર્શાવી જામીન અરજી કરતા અદાલતે આરોપીની જામીન અરજી રદ કરી છે. 
જામનગરમાં એડવોકેટ કિરીટભાઈ જોષીની મુંબઈના સાયમન દેવીનંદન અને અજય મહેતાની ધરપકડ કરી એટીએસે જામનગર પોલીસને સોંપ્યા હતા. સાયમન દેવીનંદને ભત્રીજાના લગ્નનું કારણ આપીને કરેલી જામીન અરજીમાં એડી. સેસન્સ જજ સમક્ષ ઉપસ્થિત થઈને સીઆઈડી ક્રાઇમના પી.આઈ. વી.એમ. ભૌરલીયાએ આરોપીને જામીન ન આપવા અને સીઆઈડીની તપાસ હજુ હાલ જ ચાલુ થઇ હોવાની વિગતે સોગંદનામું રજૂ કર્યું હતું જેથી જામીન અરજી રદ કરી છે.