દશ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઃ સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયાઃ પોલીસ દ્વારા ફરિયાદની તજવીજ





જામનગર મોર્નિંગ જામનગર.ખંભાળીયા-જામનગર હાઇવે પર બે ઇકો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા દશ વ્યક્તિઓને નાની-મોટી ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા છે, આ બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર દોડી જઇ આગળની તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ ખંભાળીયા-જામનગર હાઇવે પર જીજે-3-એચ-કે-2307 નંબરની ઇકો કાર અને સામેથી આવી રહેલ અન્ય એક ઇકો કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, અકસ્માતના આ બનાવની જાણ થતાં 108 ની ટીમે સ્થળ પર દોડી જઇ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા છે, આ અકસ્માતના બનાવમાં સુખપાલસિંહ ચુડાસમા, જયદીપભાઇ જયસુખભાઇ, કારુભાઇ ગોજીયા, કિશનભાઇ નાનજીભાઇ, ધ્રુવલ શુક્લા, અનિલસિંહ ઘનશ્યામસિંહ, પ્રફુલ્લ લાલજીભાઇ, ચંદ્રેશ ભીમપ્રકાશ, હરેશ હરદાસભાઇ અને પ્રજ્ઞેશ રામપ્રકાશ નામના દશ વ્યક્તિઓને ઇજા પહોંચ્યાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ અકસ્માતના ઘટના સ્થળે પોલીસે દોડી જઇ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.