ફાઈલ તસ્વીર
ગુજરાત સરકાર અને દારૂ માફિયાઓ વચ્ચે હરીફાઈ ચાલતી હોય તેમ ગુજરાત સરકાર દારૂ બંધીને લઈને દરરોજ નવા નિયમોને કડક કાયદાઓ બનાવે પણ ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી બંધ કરવાનું નામ જ લઇ રહી નથી. ગુજરાતમાં ભલે દારૂ બંધી હોય પણ દારૂના પ્યાસીઓને જોઈએ તેટલા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી રહ્યો છે. આ જોતા સવાલ પોલીસ તંત્રની વિશ્વનીયતા પર થઇ રહ્યા છે. હરિયાણા રાજસ્થાન સહિતના રાજ્યોથી ગુજરાતના શહેરો સુધી દારૂ કઈ રીતે પહોચી શકે. અનેક ચેક પોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રકો કેમ પસાર થઇ રહી છે? તેનું સંસોધન કરવાને બદલે પોલીસ વિભાગ પણ દારૂનો જથ્થો પકડી ફરિયાદ દાખલ કરીને તપાસના નામે નાટક કરી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત ભાણવડ સુધી લાખોની કિંમતનો શરાબનો જથ્થો પહોંચી ગયા બાદ ગતરાત્રીના દેવભૂમિ દ્વારકા LCBએ આ જથ્થો ઝડપી પાડ્યો છે,
હરિયાણાથી એગ્રીકલ્ચર પ્રોડક્ટસની બિલ્ટી લઈને નીકળેલા ટ્રક નંબર KA- 41 - A 8582માં દારૂ તાલપત્રી ઢાંકીને ભાણવડ સુધી પહોંચાડવામાં આવ્યો હતો,પણ LCB દારૂ ભાણવડના મોડપર નજીક પહોંચી ગયો હોવાની માહિતી મળતા 45 લાખના દારૂ ભરેલ ટ્રકમાંથી 955 પેટી મોટી અને ચપલા વિદેશી દારૂનો જથ્થો અને  ટોરસ સહિત કુલ રૂ.60,91,600 નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે.
પોલીસ રેઇડ દરમ્યાન ટોરસ ચાલક સહિત 2 શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.જ્યારે અન્ય પાંચ સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરાઇ છે.